કચ્છનાં ડેમ થયા ટળિયાઝાટક, લોકો માટે દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું મુશ્કેલ
સરહદી કચ્છ જિલ્લો અછત અને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ઉનાળાના પ્રારંભે જ કચ્છ જિલ્લાના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. મધ્યમ સિંચાઈના 20 ડેમોમાંથી 17 જેટલા ડેમો ખાલીખમ થઇ જતા જિલ્લામાં જળ સંકટ તોળાઈ રહ્યું છે.
ઉનાળાની શરૂઆતમાં કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે વલખા માટે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક થઇ ચુક્યા છે. ખાલીખમ ડેમોની હાલત જોતા પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે. હાલમાં 17 ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. જયારે કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડેમ નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છ જળાશયો સુકાઈ જતા આકારો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
ભુજ તાલુકાના સાત જેટલા ગામનો સિંચાઈ તેમજ પીવાનું પાણી પુરૂ પાડતો રૂદ્રમાતા ડેમ તળિયા ઝાટક જોવા મળી રહ્યો છે ગતવર્ષે ઓછા પડેલા વરસાદ કારણે ડેમમાં ટીપું પાણી બચ્યું નથી. રૂદ્રમાતા ડેમ આસપાસ ગામ માટે જીવાદોરી સમાન છે. ડેમનું પાણી સુકાઈ જતા સ્થાનિક લોકો પણ માની રહ્યા છે કે ઉનાળામાં પાણીની સમસ્યા લોકોને સામનો કરવો પડશે. કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખુબજ વિશાળ છે. છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે લોકોને પાણી માટે રજળપાટ કરવો પડે છે. હજુ ઉનાળાની શરૂઆત થઇ છે પાણી વગર ઉનાળાના દિવસો કેવી રીતે જશે એ સૌથી મોટો સવાલ લોકોને હાલ સતાવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કચ્છનાં ડેમ થયા ટળિયાઝાટક, લોકો માટે દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું મુશ્કેલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/it-is-difficult-for-the-people-of-kutch-to-pass-through-the-difficult-situation-of-drought/
via Best Gujarati News
0 Comments