એેમસીએક્સમાં ગોલ્ડ ફ્યૂચર માટે રૂપિયા ૩૨,૬૦૦ની પ્રતિકાર સપાટી
કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ
એેમસીએક્સના ગોલ્ડના જૂન વાયદામાં આગામી સપ્તાહે મિશ્ર વલણ જોવા મળી શકે છે. ગત સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૩૧૫૫૦ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૩૧૪૫૦ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ત્યારબાદ પછીના સમયગાળામાં સોનું રિકવર થયો અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩૨૦૨૫ની ઊંચી સપાટી બનાવી હતી. અંતે વાયદો ૧.૨૬ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩૧૮૫૯ના સ્તરે બંધ થઇ રહ્યો હતો. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આ સાર્વત્રિક નરમાઇમાં નવી વેચવાલી જોવા મળી શકે છે. એમએસીડી પણ નેગેટિવ છે. જો કે આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૦.૪૩ છે. નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૩૧૪૫૦ અને રૂ. ૩૧૦૦૦નો મજબૂત સપોર્ટ લેવલ છે. તો બીજી બાજુ રૂ. ૩૨૩૦૦ની પ્રતિકાર અને ત્યારબાદ રૂ.૩૨૬૦૦ની મજબૂત પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.
ચાંદી વાયદામાં વધઘટે સુધારો જોવા મળશે : એમસીએક્સ ચાંદીના જુલાઇ મહિનાના કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે વધઘટે સુધારાની ચાલ રહેવાની સંભાવના છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૬૪૫૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૫૫૦૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ. ૩૭૬૯૦ની પ્રતિકાર સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ. ૩૮૩૦૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે.
ક્રૂડ વાયદામાં મિશ્ર વલણ રહેવાની ધારણા : એમસીએક્સ ક્રૂડ ઓઇલના મે મહિનાના ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં આગામી સપ્તાહે મિશ્ર વલણ રહેશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ છે. જો કે આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રિડિંગ ૫૭.૯૨ છે. ભાવ ૫૦ ટકાના ફિબોનેસી રિટ્રેસમેન્ટ લેવલે બંધ છે અને ૬૧.૮ ટકાના રિટ્રેસમેન્ટ લેવલ તરફ જઇ રહ્યું છે. ઊંચા મથાળે નફા વસૂલી નીકળી શકે છે.
ધાણા વાયદામાં સાંકડી વધઘટ : એનસીડીઇએક્સ ધાણાના મે વાયદામાં નવા સપ્તાહે સાંકડી વધઘટ રહેવાની સંભાવના છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએ ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ ટેરીટરીમાં છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૭૧.૭૫ છે. જો કે ટેરીટરી સમાપ્ત થવાની તૈયારીમાં છે અને ઊંચા મથાળે નફા વસૂલી નીકળી શકે છે.
મેન્થા તેલ વાયદામાં સુસ્ત વલણ : એમસીએક્સ મેન્થા ઓઇલના મે મહિનાના વાયદામાં નવા સપ્તાહે મિશ્ર વલણ જોવા મળી શકે છે. મેન્થા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧૩૬૨નો ટેકો અને રૂ.૧૩૨૮નો મજબૂત સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧૪૫૧નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧૪૯૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું.
સોયાબીન વાયદામાં નરમાઇ તરફી ઝોંક : એનસીડીઇએક્સ સોયાબીનના મે મહિનાના વાયદામાં નવા સપ્તાહે સાંકડી વધઘટ રહેવાની અપેક્ષા છે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩૬૯૦ના મથાળે ખૂલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૩૬૫૫ની નીચી સપાટી બની હતી. જો કે ત્યારબાદના સપ્તાહ દરમિયાન ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩૭૪૪ની ઉંચી સપાટીને સ્પશર્યા હતા. અંતે વાયદો ૦.૦૮ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ.૩૭૦૩ના સ્તરે બંધ થયા હતા. જ્યારે તેની અગાઉના સપ્તાહે ક્લોઝિંગ લેવલ રૂ.૩૭૦૦ હતું. ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૭.૦૨ છે. જોકે એમએસીડી નેગેટિવ છે. ટૂંકા ગાળા માટે સોયાબીનવાયદામાં રૂ.૩૬૩૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૩૫૬૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એેમસીએક્સમાં ગોલ્ડ ફ્યૂચર માટે રૂપિયા ૩૨,૬૦૦ની પ્રતિકાર સપાટી appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/mcx-gold-foucault/
via Best Gujarati News
0 Comments