વૃક્ષારોપણ
મારી કલ્પના ૪૨૪
બાલી વનનો રાજા દીપડો શાંતિથી તળાવને કિનારે બેઠો હતો.
વનના બીજાં પ્રાણીઓ સસલાં, લોમડી, રીંછ, હરણ, લારા સિંઘા, કાચબા બધાં ભેગા થઈ રાજાને મળવા આવ્યા.
બધાને જોઈ દીપડાએ પૂછયું, હા બોલો શું કામ છે.
એક સસલો બોલ્યો, મહારાજ આ વખતે વનમાં આકરી ગરમી પડી રહી છે. આપ માર્કેટમાં જઈ વન માટે છઝ્ર લઈ આવોને. વાત સાંભળી દીપડો હસવા લાગ્યો અને હસતાં-હસતાં જમીન પર લોટપોટ થઈ ગયો.
થોડીવારમાં હસી રોકાયા બાદ મહારાજ બોલ્યા, શું કીધંુ, વન માટે છઝ્ર લઈ આવું. છઝ્ર માટે વીજળી જોઈએ છે, આપણા વનમાં વીજળી ક્યાં છે.
પણ મારી પાસે આ આકરી ગરમીથી બચવા માટે એક ઉપાય છે. આખા વનમાં જયાં-જ્યાં ખાલી જમીનો છે, ત્યાં-ત્યાં ઝાડો વાવી દઈએ.
બધા એકબીજાને જોવા લાગ્યા અને થોડીવાર વિચાર કરી એક સાથે બોલ્યા, હા મહારાજ આ સરસ ઉપાય છે, મહારાજ બોલ્યા, તો હું આજે જ માર્કેટમાં જઈ નાના-નાના છોડ લઈ આવું, બરાબર. આપણે બધા ભેગા મળીને છોડોને વાવીશું અને તેને રોજ પાણી આપીશું.
બધા જ ભેગા થઈ નદીમાંથી પાણી લાવી રોજ છોડને પાણી આપવાનું કામ કરશે. છોડ મોટા થશે તો આપણને છાંયડો પણ આપશે અને સરસ પવન પણ આવશે. આ સાથે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે અને ખોરાક પણ પૂરો પાડે છે. વૃક્ષોનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. વૃક્ષો વાવવાથી જમીનનું ધોવાણ થતું પણ અટકે છે. પક્ષીઓને પણ પોતાનો વસવાટ મળી રહેશે. મનુષ્યોએ પણ પોત-પોતાના ઘરની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ.
જેટલા વધારે વૃક્ષો હશે એટલો વધારે પવન આવશે અને ગરમી દૂર ભાગશે.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વૃક્ષારોપણ appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/planting/
via Best Gujarati News
0 Comments