મિત્રો વેકેશન પડી ગયું છે અને તમે વેકેશનની મજા માણવાનું પણ ચાલુ કરી દીધું છે. આખો દિવસ મસ્તી અને રમત. પણ આ બધામાં એક નવી ઈતર પ્રવૃત્તિ કરવા મળે તો કેટલી મજા આવે. તો એટલા માટે જ આજે અને તમને શિખવાડીશું સરસ મજાનું હેંગિંગ શોપીસ. તો થઈ જાવ તૈયાર આ માટે તમારે સૌ પ્રથમ જોઈએ કાગળના બે મધ્યમ કદના બાઉલ, રંગીન કાગળ, રંગબેરંગી લેસ પટ્ટી, એક સાદી દોરી, કાતર, ગુંદર, રમકડાંની આંખો, સેલોટેપ. સૌ પ્રથમ એક કાગળનો બાઉલ લો. તેના પર ગુંદરની મદદથી રંગબેરંગી કાગળ ચાંેટાડો. ત્યારબાદ રંગબેરંગી લેસ પટ્ટી લો તેને લાંબી અને પાતળી કાપીને ફૂટપટ્ટીની મદદથી વળાંક આકાર આપીને બાઉલની અંદરની બાજુ ચાંેટાડો. હવે બાઉલની ઉપરની બાજુ નાની સેલોટેપ લગાવો જેથી બાઉલ ફાટી ન જાય. હવે બાઉલના મધ્યમાં એક નાનું કાણું કરો. તે કાણામાંથી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સફેદ રંગની દોરી નાખીને તેને બાઉલની અંદરની બાજુ ગુંદરથી ચોંટાડો. ત્યારબાદ રમકડાંની આંખો લો તેને બાઉલની મધ્યમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગુંદરની મદદથી ચોંટાડો. તૈયાર છે તમારો સરસ મજાનો હેંગિંગ શોપીસ. તેને તમે તમારા રૂમમાં લગાવી શકો છો અને તમારા રૂમની શોભા વધારી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બાઉલમાંથી બનાવો સરસ મજાનો હેંગિંગ શોપીસ appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/from-the-bowl-create-nice-fun/
via Best Gujarati News

0 Comments