મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

રોકી માર્સીઆનો લગભગ ગાંડપણની હદે બેઝબોલની રમતના પ્રેમમાં પડેલો હતો, પણ કમનસીબી એ હતી કે પ્રતિભાશાળી ખેલાડી હોવા છતાં હાઈસ્કૂલની બેઝબોલ ટીમમાં એનો સમાવેશ થઈ શક્યો ન હતો. પોતાનું નસીબ અજમાવવા ૧૯૪૭માં રોકી ઉપડયો શિકાગો કબ્ઝ નામની બેઝબોલ ટીમમાં, પણ ત્યાંથી પણ એને હતાશા જ સાંપડી.

તક ન મળવાના દુઃખ સાથે રોકી ઘેર આવ્યો. રોકીના મનની અંદર ઝાંખીને જોવામાં આવે તો સ્પષ્ટપણે સમજી શકાય તેમ હતું કે એ માણસને ઘેલછા પ્રસિદ્ધિની હતી. પછી પ્રસિદ્ધિ બેઝબોલથી મળે કે બીજી કોઈ ચીજથી, તેનાથી એને ફરક પડતો નહોતો.  આવી માનસિક્તાવાળા લોકો એક હતાશા સામે હારી નથી જતા હોતા, એ લડવૈયા હોય છે.

‘તૂ નહીં તો ઔર સહી’ના ધોરણે રોકીએ મન બનાવ્યું- ‘હું બોક્સિંગ કરીશ.’ અને બોક્સિંગની ટ્રેઈનિંગ શરૂ થઈ. પાંચ વર્ષની અથાગ મહેનત બાદ તેનું પરિણામ આવ્યું – રોકીને હેવીવેઈટ ટાઈટલ મેળવવાની તક મળી.

સપ્ટેમ્બર ૨૩, ૧૯૫૨. રોકીએ હેવીવેઈટ ચેમ્પિયનશિપ માટે ‘જર્સી જો’ વેલ્કોટ નામના બોક્સરને ફાઈટ માટે આમંત્રણ આપ્યું. નિર્ધારિત દિવસે ફાઈટ શરૂ થઇ, પણ પહેલા જ રાઉન્ડમાં રોકી નોકઆઉટ થતો બચ્યો. રોકી કરતાં વધુ શક્તિશાળી મનાતા જર્સી જો સામે રોકી ટકી રહેવા માટે ઝઝુમી રહ્યો.

રોકીનો જુસ્સો, તેની ‘કંઇક’ કરી બતાવવાની ઘેલછાના જોરે એક પછી એક રાઉન્ડ વટાવતો ગયો.

અંતે વિનાશક તેરમો રાઉન્ડ આવ્યો. પોતાના જમણા હાથના શક્તિશાળી અને ઘાતક ક્રોસ પંચથી તેણે જર્સી જો વેલ્કોટને એવી રીતે પાડી દીધો કે પેલો ગોઠણભેર ફસડાઈ પડયો અને તેનો એક હાથ રિંગના દોરડા પર લટકી રહ્યો. રેફરી કાઉન્ટ કરતો રહ્યો. કાઉન્ટિંગ પત્યા પછી પણ જર્સી જો ઝટ ઊભો નહોતો થઈ શક્યો. રોકીએ વિજય મેળવ્યો. રોકી બન્યો નવો હેવીવેઈટ બોક્સિંગ ચેમ્પિયન.

રોકીની હેવીવેઈટ કરિયર પણ ટાઈટલ્સના હેવીવેઈટ જેવી હતી. તેણે પોતાનું હેવીવેઈટ ચેમ્પિયન ટાઈટલ સતત છ વર્ષો સુધી જાળવ્યું. તે કુલ ૪૯ ફાઈટ જીત્યો અને તેમાંની ૪૩ જીત (કુલ જીતની ૮૭.૭૬ ટકા જીત) તો નોકઆઉટ વિક્ટરી હતી.

આમ રોકી માર્સીઆનો એક નિષ્ફળ નીવડેલો બેઝબોલ ખેલાડી, પણ બોક્સિંગની દુનિયાનો ચિરપ્રસિદ્ધ યોદ્ધો સાબિત થયો.

kids@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘તૂ નહીં તો ઔર સહી’ના મંત્રથી રોકીએ પ્રસિદ્ધિ મેળવી appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/tou-no-tech-aur-sahina-manttha/
via Best Gujarati News

0 Comments