અલીબાબામાં નોકરી કરવા માટે ૧૨ કલાક કામ કરવું પડશે : જેક મા
। બેઇજિંગ ।
કર્મચારીઓની ક્ષમતા અને ક્રિએટિવિટી વધારવા માટે એક તરફ અનેક કંપનીઓ ઓછા કામકાજના કલાકો અને વધારે રજાઓ આપવામાં અને અઠવાડિયામાં માત્ર ૪ દિવસ કામ કરાવવાનું વિચારી રહી છે ત્યારે ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક અને સીઈઓ જેક માએ ઓવરટાઇમ વર્ક કલ્ચરની વકીલાત કરી છે અને એના લીધે વિશ્વભરમાં એની ટિકા થઈ રહી છે. જેક માએ તેના કર્મચારીઓને કહ્યું છે કે મારી કંપનીમાં કામ કરવા માગતા લોકોએ સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી અને અઠવાડિયાના ૬ દિવસ સુધી કામ કરવું પડશે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અલીબાબાની એક આંતરિક બેઠકમાં જેક માએ કહ્યું હતું કે એને એવા લોકોની જરૂર નથી જે ઓફિસમાં માત્ર ૮ કલાક કામ કરવા માગે છે.
૯૯૬ વર્ક કલ્ચર
જેક માએ ૯૯૬ વર્ક કલ્ચરની વાત કરી છે જેમાં કર્મચારીએ સવારે નવ વાગ્યે ઓફિસમાં આવી જવું પડશે અને રાતે નવ વાગ્યા સુધી એટલે કે બાર કલાક સુધી કામ કરવું પડશે. આવું કામ તેણે અઠવાડિયાના સાત પૈકી ૬ દિવસ કરવાનું રહેશે. ૯૯૬ વર્ક કલ્ચર એક વરદાનરૂપ છે. અલીબાબામાં કામ કરવા આવવું હોય તો આના માટે તૈયાર રહેજો. આવી રીતે કામ કર્યા બાદ ખુશાલી મળે છે.
લોકોએ શું લખ્યું?
જેક માએ આપેલા ૯૯૬ વર્ક કલ્ચરનો જોરદાર વિરોધ થયો છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ વેબો પર એક યુઝરે લખ્યું હતું કે ‘આતો બકવાસ છે. કંપનીએ એ જણાવ્યું નથી કે આ શેડયુલ માટે કંપની ઓવરટાઇમ આપે છે કે નહીં? મને આશા છે કે લોકો કાયદા મુજબ કામ કરશે, તમારા વિચારો મુજબ નહીં.’ બીજા એક યુઝરે લખ્યું છે કે ‘બોસ લોકો એટલા માટે ૯૯૬ વર્ક કલ્ચરમાં કામ કરે છે કારણ કે તેમની ખુદની સંપત્તિમાં વધારો થાય છે. કર્મચારીઓનું ઓવરટાઇમના મુદ્દે શોષણ થતું હોવાથી તેમને આ રીતે ફરજિયાત કામ કરવું પડે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલીબાબામાં નોકરી કરવા માટે ૧૨ કલાક કામ કરવું પડશે : જેક મા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/in-alibaaba-job-ko-maa/
via Best Gujarati News
0 Comments