પાકિસ્તાન મૂળની બ્રિટિશ સાંસદ નાઝ શાહની સાથે વીતેલા સપ્તાહમાં યૌન ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે. જો કે બ્રિટિશ સાંસદ ગયા સપ્તાહે લંડનમાં બસમાં મુસાફરી કરી રહ્યાં હતા, આ દરમ્યાન તેમની સામે બેઠેલા એક શખ્સે માસ્ટરબેટ કરવાનું શરૂ કરી દીધું. હાલ સાંસદે તેની ફરિયાદ પોલીસને કરી છે, ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે લેબર પાર્ટીમાંથી સાંસદ નાઝ શાહ ગઇ 1 એપ્રિલના રોજ લંડનમાં બસમાંથી સેન્ટ્રલ લંડન સુધીની સફર કરી રહ્યા હતા. આ દરમ્યાન આખી ઘટના બની. ઘટના બાદ તરત જ બ્રિટિશ સાંસદે તેની ફરિયાદ બ્રેડફોર્ડ વેસ્ટ પોલીસને કરી.

નાઝ શાહે પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેઓ આ ઘટનાથી સ્તબ્ધ થઇ ગયા અને તેમને વિચારતા જ ગુસ્સો આવી રહ્યો છે. સાંસદે કહ્યું કે આરોપી આરામથી બેઠો હતો અને તે શું કરવનો છે, તેના અંગે તેમણે કોઇ અંદાજો નહોતો. યૌન ઉત્પીડનની આ ઘટનાની ફરિયાદ કર્યા બાદ પણ તેમને ગુસ્સો આવી રહ્યો છે. લેબર પાર્ટીના સાંસદે કહ્યું કે તેમણે આની પહેલાં આ પ્રકારનો અનુભવ કયારેય કર્યો નહોતો. નાઝ એ આ ઘટનાનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર પણ કર્યો છે. એક યુ-ટ્યુબ વીડિયોમાં તેમણે પોતાની વાત મૂકી છે.

આ વીડિયોમાં નાઝ શાહ એ કહ્યું કે 90 ટકા લોકો યૌન ઉત્પીડનની આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ જ કરી નહોતી, આનાથી આરોપીઓને પ્રોત્સાહન મળ્યું છે. લંડન મેટ્રોપોલિટન પોલીસ વિભાગ હાલ ઘટનાની તપાસ કરી રહ્યું છે. આપને જણાવી દઇએ કે નાઝ શાહ 2015મા બ્રેડફોર્ડથી ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બસમાં બેઠી પાકિસ્તાન મૂળની નેતા, સામે બેઠેલો વ્યક્તિ કરી રહ્યો હતો આવું ગંદુ કામ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/man-masturbates-in-front-of-british-mp-naz-shah/
via Best Gujarati News

0 Comments