રંગીલા રાજકોટ શહેરમાં વધુ ખૂની ખેલ ખેલાયો છે. જેમાં હત્યારાઓ બીજા કોઈ નહિ પરંતુ પ્રજાના રક્ષક એવા પોલીસ જવાનો જ છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે બે દિવસ પહેલા મોડી રાત્રે જસદણના બે યુવકો ઉપર શહેર પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સહિત સાત જેટલા શખ્સોએ ગાળો બોલવા બાબતે માથાકૂટ કરી છરીના 13 ઘા ઝીકી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો જયારે બીજા મિત્રને 5 ઘા ઝીંકાતા હાલ સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમા જ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર બે દિવસ પુર્વે ખુની ખેલ ખેલાયો હતો. જેમા કુલદિપ ખવડ નામના મિત્રનુ મોત નિપજ્યુ હતુ જ્યારે અભિનવ નામના બિજા મિત્રને છરીના 5 ઘા વાગતા તેને હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે. માત્ર ગાળ બોલવા જેવી અને સામુ કેમ જોયુ તેવી નજીવી બાબત હત્યાના ખેલ સુધી પહોંચી ગઈ હતી. જો કે, જોવા જેવી વાત તો એ છે કે હત્યામા ખુદ રાજકોટ પોલીસના બે જવાનો પણ સામેલ છે. ત્યારે પોલીસે બંને જવાનો અને તેના બે મિત્રોની ધરપકડ પણ કરી છે.

પોલીસે ગણતરીની કલાકોમા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ પકડાયેલ આરોપીઓની હત્યામા ક્યા પ્રકારની સંડોવણી છે. હત્યા માટે ઉપયોગમા લેવાયેલ હથિયાર કોની પાસે હતુ તે તમામ બાબતો હજુ પણ અસપષ્ટ છે. ત્યારે પોલીસે આગામી સમયમા આ મામલે સપષ્ટતા કરે છે કેમ તે જોવુ રહ્યુ. તો સાથે જ બંને પોલીસ કોન્સટેબલ પર ડિપાર્ટમેન્ટલ ઈનક્વાયરી હાથ ધરે છે કે કેમ તે પણ જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રજાના રક્ષક બન્યા ભક્ષક, માત્ર ગાળ બોલવા જેવી બાબતે યુવાનની કરી નાંખી કરપીણ હત્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-police-constable-killed-younger-boy/
via Best Gujarati News

0 Comments