અલ્પેશ ઠાકોર પર માછલા ધોવાયા, પોતાના જ સમાજે લગાવ્યા સણસણતા આરોપ
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની મહત્વકાંક્ષાવાળી રાજનીતિના કારણે અત્યારે તેના જ સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનો કરીને જ્યારે સમાજના લોકોને રોજગારી આપવાની વાતો થતી હતી. વિધવા મહિલાઓ જે દારૂના વ્યવસાય સાથે જોડાયેલી હતી તેમને ભેંસો આપીને રોજગારી આપીને સમાજને સ્વચ્છ બનાવવાની વાતો આપી હતી અને સમાજના સંતોની કસમો ખાઈને રાજકારણમાં ના પ્રવેશવાની વાતો કરવામાં આવી હતી તે તમામ વાતો ખોટી સાબિત થતા આજે ચાણસ્મા ખાતે ઠાકોર સમાજના લોકો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અલ્પેશ ઠાકોરના ભારે વિરોધ બાદ આજે ઠાકોર સેનાના નામે સદસ્ય બનાવવાના નામે 4 લાખ લોકો પાસેથી 100 રૂપિયા તેમજ મોલ બનાવીને 1100 રૂપિયા ઉઘરાવીને સમાજનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો તેવા આક્ષેપોથી આજે વાતાવરણ ગરમ થયું છે. ત્યારે આવનારા દિવસોમાં ભ્રષ્ટચરના મુદ્દે અલ્પેશ ઠાકોર પર શંકાના વાદળો ઉભા થઇ શકે છે. ચાણસ્મા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોમાં અલ્પેશ ઠાકોર સામે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે. સમાજ માટે કામ કરવાના વચનો આપ્યા પણ એક પણ કામ કર્યા નથી તેવા આક્ષેપ અલ્પેશ ઠાકોર સામે કર્યા હતા.
ચાણસ્મા અખિલ ક્ષત્રિય ઠાકોર સેના સમિતિએ આજે અલ્પેશ ઠાકોર સામે ખુલીને બહાર આવ્યો છે. અલ્પેશ ઠાકોરે રૂપિયા 100 લઈને મેમ્બરશીપ આપી હતી એનો હિસાબ આપવો જોઈએ તેમજ રોજગાર જેવા મુદ્દાઓ પર અલ્પેશ સામે રોસ ઠાલવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ ઠાકોર પર માછલા ધોવાયા, પોતાના જ સમાજે લગાવ્યા સણસણતા આરોપ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/due-to-the-politics-of-alpesh-thakor-he-was-strongly-opposed-by-the-same-society/
via Best Gujarati News
0 Comments