લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ
એજ્યુકેશન : દિવ્યેશ વેકરિયા
દુનિયાભરમાં ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ માટે જાણીતી અને વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ આપનારી શૈક્ષણિક સંસ્થા એટલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ. આવી ખ્યાતનામ સંસ્થામાં ભારતના વિદ્યાર્થીઓ ભણી શકે અને વિશ્વભરમાં ડંકો વગાડી શકે તે માટે સર રતન ટાટા ટ્રસ્ટ તરફ્થી ફ્લોશિપ આપવામાં આવે છે. ઈચ્છુક વિદ્યાર્થી સંસ્થાના નિયમોને આધિન અરજી કરી શકે છે. આ ફ્લોશિપ માત્ર આ વિષય પર પીએચડી થયેલા ઉમેદવારોને જ મળવાપાત્ર છે.
Sustainable growth and inclusion
Climate change and environmental sustainability
Social and human security
Governance and democracy
મહત્ત્વની બાબતોઃ
- ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જાઈએ.
- સાર્ક દેશોના ઉમેદવારો પણ આ ફ્લોશિપનો લાભ લઈ શકે છે.
- ઉમેદવારનું રિસર્ચ ઈકોનોમી એન્ડ સોસાયટી ઓફ ઈન્ડિયા અથવા સાઉથ એશિયા અંતર્ગત વિષય સાથે થયેલું હોવું જોઈએ.
- પીએચડી માટે અરજી કરનારા ઉમેદવારો આ ફ્લોશિપનો લાભ મેળવી શકે નહીં.
- ઉમેદવારે સ્કૂલ સ્ટે દરમિયાન રિસર્ચ પેપર તૈયાર કરીને પ્રસિદ્ધ થાય તે માટે તૈયારી કરવાની રહેશે.
- ઉમેદવારે ઈન્ડિયા ઓબ્ઝર્વરટી દ્વારા નક્કી થયેલા સેમિનારમાં પ્રેઝેન્ટેશન આપવાનું રહેશે.
પસંદગીઃ
- ઉમેદવાર પાસે પીએચડી સર્ટિફ્કિેટ એવોર્ડ હોવો જરૂરી છે.
- ઉમેદવારે સાઉથ એશિયામાં સોશિયલ સાયન્સ પર કામ કરેલું હોય તો આ ફ્લોશિપ મેળવવામાં સરળતા રહે છે.
- સાર્ક સંસ્થા સાથે જોડાયેલા ઉમેદવારને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.
- પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે.
સહાયઃ
- દર મહિને ૧૭૫૦ બ્રિટન પાઉન્ડ આપવામાં આવે છે. એટલે કે ભારતીય રૂપિયામાં અંદાજે ૧,૫૭,૦૦૦ જેવી રકમ દર મહિને ફળવવામાં આવે છે.
- લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ સંસ્થાનો વધુમાં વધુ ફયદો લઈ શકો છો.
અરજીઃ
- અરજી પોસ્ટ દ્વારા કરી શકાય છે.
- ઈમેલ મારફ્તે પણ અરજી કરી શકાય છે.
ઈમેલ દ્વારા અરજી કરવા માટેઃ India.Observatory@lse.ac.uk.
- એક કવર લેટર લખવાનો રહેશે, જે એક પાનાંનો હોવો જોઈએ.
- વ્યક્તિગત પરિચય આપતો બાયોડેટા. વધુમાં વધુ ત્રણ પાનાં.
- પ્રપોઝડ રિસર્ચ આઉટલાઈન આપવાની રહેશે. વધુમાં વધુ ત્રણ પાનાં
સંપર્કની વિગતો
- આ બધું મેઈલ દ્વારા કરવા માટે વર્ડની ફઈલ અથવા પીડીએફ ફઈલ મોકલવાની રહેશે.
મહત્ત્વની તારીખઃ
- ૨૯ એપ્રિલ, ૨૦૧૯
સંપર્ક
The Fellowships Selection Committee,
India Observatory,
London School of Economics & Political
Science,
Houghton Street, London WC2A 2AE,
UK
http://sticerd.lse.ac.uk/india/fellowships/
SirRatanTata.asp
education.sandesh@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/london-school-of-economics/
via Best Gujarati News
0 Comments