સામાન્ય રીતે આપણને ગરોળીનું નામ આવે કે જોઇએ તો ય ચીતરી ચઢે. પરંતુ મેલબોર્ન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક જાપાની મહિલાને કસ્ટડીમાં લઇ લેવાઇ. દેશની બહાર 19 ગરોળીની તસ્કરી કરતાં પકડાયેલ મહિલાને કોર્ટમાં હાજર કરાઈ.

ઓસ્ટ્રેલિયન સીમ બાળ (એએફબી) 27 વર્ષની આ મહિલા પર એજન્સીના આંતરરાષ્ટ્રીય નેટવર્કની નજર હતી કારણ કે આ નેટવર્ક હાઇ એલર્ટ પર છે અને તેની પાછળનું કારણ એ છે કે તાજેતરમાં જ જાપાની નાગરિકો સાથે સંબંધિત આ પ્રકારના બે કિસ્સા સામે આવી ચૂકયા છે.

સમાચાર એજન્સી સિન્હુઆના મતે એએફબીના ગ્રીમ ગ્રોસે કહ્યું કે મહિલાની ધરપકડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આશા વ્યકત કરું છું કે આનાથી ઓસ્ટ્રેલિયાના મૂળ વન્યજીવોને નષ્ટ કરનારાઓથી બચાવામાં મદદ મળશે. જપ્ત કરાયેલ સરીસૃપોમાંથી 17 શિંગલેબેક ગરોળી અને 2 બ્લૂ ટંગ્સ ગરોળી સામેલ છે. તેમને વિક્ટોરિયન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયરમેન્ટ, લેન્ડ, વોટર એન્ડ પ્લાનિંગને સોંપી દેવાયા છે.

કોર્ટમાં જો આ મહિલા દોષિત સાબિત થશે તો વધુમાં વધુ 10 વર્ષની જેલ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એરપોર્ટ પરથી મહિલા એવી વસ્તુ સાથે પકડાઇ, જે અંગે જાણી તમને ચીતરી ચઢશે, પછી… appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/japanese-woman-nabbed-at-melbourne-airport-for-smuggling-19-lizards-in-suitcase/
via Best Gujarati News

0 Comments