શ્રીલંકા ફરી બોમ્બ ધડાકાથી ધણધણ્યું, શ્રીલંકનોમાં ફફડાટ, ઇસ્ટર પર થયા હતા 359ના મોત
શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયાને એક સપ્તાહ પણ થયો નથી ત્યાં ફરી એક બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવાર સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિલોમીટર દૂર બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જો કે ધડાકો કેવા પ્રકારનો તેના પર હજુ સુધી પોલસીનું કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આપને જણાવી દઇએ ગયા સપ્તાહે ઇસ્ટરના અવસર પર શ્રીલંકામાં કેટલીય જગ્યાએ 8 બ્લાસ્ટ થયા હતા, ત્યારથી ત્યાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે. પરંતુ હવે ફરીથી એક વખત બ્લાસ્ટના સમાચારે બધાને ફફડાવી દીધા છે.
આપને જણાવી દઇએ કે આતંકી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (IS)એ લીધી છે, જેમાં મૃતકોની સંખ્યા 359 સુધી પહોંચી ગઇ છે. જયારે સેંકડો લોકો ઘાયલ થઇ ગયા છે.
શ્રીલંકામાં હુમલા બાદથી સુરક્ષા વધારી દેવાઇ છે, અમેરિકાની એજન્સી એફબીઆઈ પણ તપાસમાં મદદ કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 58 શંકાસ્પદોની ધરપકડ થઇ ચૂકી છે અને પૂછપરચ્છ ચાલુ છે. પોલીસ સતત શંકાસ્પદ બાઇક, ફોન, અને સામાન જપ્ત કરી રહ્યું છે. કહેવાય છે કે હજુ પણ કેટલીય શંકાસ્પદ સામગ્રીથી લેસ દેશમાં ફરી રહ્યાં છે.
જ્યારે કોલંબોની હોટલ શાંગ્રીલામાં થયેલા બ્લાસ્ટની પાછળ નેશનલ તૌહીદ જમાતનો હાથ કહેવાય છે. તેનો માસ્ટરમાઇન્ડ જહરાન હાશિમ હતો. હાશિમે જ હોટલમાં ઘૂસીને પોતાને ઉડાવી દીધો હતો. સ્થાનિક રિપોર્ટ્સના મતે તે ડૉ.ઝાકિર નાઇકથી પ્રભાવિત હતો.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં આતંકી હુમલા પહેલાં ભારતે એલર્ટ મોકલ્યું હતું. શ્રીલંકાના રક્ષા મંત્રી એ પણ બુધવારના રોજ નિવેદન આપ્યું હતું કે ભારતે જે માહિતી મોકલી હતી, તે કયારેય અમારા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સુધી પહોંચી શકી નહી. આ ઇનપુટ રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેનાને મળ્યા હતા. તેના પર તેમણે તપાસ કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પરંતુ વડાપ્રધાન અને રક્ષા એજન્સીઓને આ અંગે સૂચિત કર્યા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકા ફરી બોમ્બ ધડાકાથી ધણધણ્યું, શ્રીલંકનોમાં ફફડાટ, ઇસ્ટર પર થયા હતા 359ના મોત appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/explosion-in-srilanka-near-colombo-investigation-underway/
via Best Gujarati News

0 Comments