સૂક્ષ્મ સત્ય :- જે. કૃષ્ણમૂર્તિ

તમે પરાણે નહીં, પરંતુ સ્વૈચ્છિકપણે, ક્યારેય આનંદ પ્રત્યે મરવાનો પ્રયત્ન કર્યો છે? સામાન્ય રીતે તમે મૃત્યુ પામી રહ્યા હો ત્યારે તમે મરવા ઈચ્છતા હોતા નથી; મૃત્યુ આવીને તમને ઉપાડી જાય છે; તે સ્વૈચ્છિક ક્રિયા નથી, સિવાય કે તમે આપઘાત કરો. પરંતુ તમે ક્યારેય સ્વૈચ્છિકપણે, સહજભાવે મરી જવાનો પ્રયત્ન કર્યો છે, આનંદનો ત્યાગ કરવાની ભાવના અનુભવી છે? એ સ્પષ્ટ છે કે તમે એવો અનુભવ કર્યો નથી! અત્યારે તમારા આદર્શો, તમારો આનંદ, તમારી મહત્ત્વાકાંક્ષાઓ એવી બાબતો છે કે જે તે આ બધાને તથાકથિત મહત્ત્વ આપે છે. જીવન ભરપૂર, સંપૂર્ણપણે જીવવામાં છે; છોડી દેવામાં છે, મહત્ત્વ ધરાવતા ‘અહં’ની ભાવના ન હોવામાં છે. આ માત્ર બુદ્ધિપૂર્વકનો વિચાર છે. જો તમે નાની-નાની બાબતો પ્રત્યે મરવાનો પ્રયોગ કરી જોશો, તો તેટલું પણ પૂરતું છે. બસ, કેવળ નાની બાબતો પ્રત્યે મરવું- સહજતાથી, આરામથી, હસતાં-હસતાં-તે જ પૂરતું છે, કેમ કે ત્યારે તમે જોશો કે તમારું મન બીજી ઘણી બાબતો પ્રત્યે, બધી જ સ્મૃતિ પ્રત્યે મરવા માટે સમર્થ છે. યંત્રો- આ કમ્પ્યૂટરો- હવે સ્મૃતિનું સ્થાન લઈ રહ્યા છે, પરંતુ માત્ર જોડવાની કે સ્મૃતિની યાંત્રિક આદત કરતાં માનવમન ‘કંઈક વિશેષ’ છે. પણ મન જે કંઈ જાણે છે તેના પ્રત્યે જો તે મૃત્યુ ન પામે તો તે ‘કંઈક વિશેષ’ ન રહી શકે.

આ બધાનું સત્ય જોવા માટે તાજું મન હોવું જરૂરી છે, એવું મન હોવું જરૂરી છે કે જે માત્ર સમયના-ભૂતકાળના-ક્ષેત્રમાં જ કાર્યરત ન હોય. તાજું યુવા મન દરેક બાબત પ્રત્યે મૃત્યુ પામતું રહે છે. શું તમે આ સત્યને તત્કાળ જોઈ શકો, તેમાં રહેલા સત્યને તત્કાળ અનુભવી શકો? કદાચ તમે તેના સમગ્ર અસાધારણ મહત્ત્વને, એ વિશાળ સૂક્ષ્મતાને, મૃત્યુ પામવાના સૌંદર્યને કે તેની સમૃદ્ધિને ન પણ જોઈ શકો, તેમ છતાં તેને ધ્યાનથી સાંભળો તો તેથી તેનાં બીજ વવાય છે, અને આ શબ્દોનો મર્મ મૂળ પકડવાની શરૂઆત કરે છે, કેવળ ઉપરછલ્લી રીતે નહીં, સભાનતાના સ્તરે જ નહીં, અચેતન સ્તરે પણ તેનાં મૂળ ધારણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નાની નાની બાબતો પ્રત્યે મરવું appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/small-things-to-me/
via Best Gujarati News

0 Comments