। નવી દિલ્હી ।

અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કેટલાક સાથીદેશોને આપેલી છૂટછાટોનો અંત લાવી દેવાની સાથે જ ભારત પાસેથી એક મોટી કિંમત પણ માગી છે. વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવ્યું છે કે, પુલવામામાં આતંકવાદી હુમલા પછી આતંકવાદ સામેની લડાઇમાં અમેરિકા ભારતની પડખે ઊભો રહ્યો છે. હવે ઈરાનના આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે પ્રસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ  ભારત પાસેથી એવી જ અપેક્ષા રાખે છે.

ઈરાનની ટોચની નિકાસને બંધ કરાવી દેવાનું પગલું લેતાં અમેરિકાએ જણાવ્યું હતું કે, અમેરિકા હવે ઈરાનના ક્રૂડ  તેલના ગ્રાહકોને ઈરાન પર લાગુ પ્રતિબંધોમાંથી વધુ રાહતો અપાશે નહીં. ભારતને અપોયેલી છૂટ પહેલી મેના રોજ પૂરી થાય છે. બીજી મેથી ભારત ઈરાન પાસેથી ક્રૂડ  તેલની આયાત કરી શકશે નહીં. ભારતની સરકારી અથવા ખાનગી કંપનીઓ પણ ઈરાન પાસેથી ક્રૂડ  ઓઇલની આયાત કરશે તો તેમને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

ચાબહાર પ્રોજેક્ટ પર અસર નહીં થાય : US

અમેરિકાએ જણાવ્યું છે કે ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોના કારણે ચાબહાર બંદર યોજના પર અસર નહીં થાય. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ અને પુનઃનિર્માણમાં સહાયને પણ પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે. તેમાં ચાબહાર બંદર યોજનાનો પણ સમાવેશ થાય છે.

ભારતના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, ભારત સરકાર ઈરાન સિવાયના મોટા ક્રૂડ  ઉત્પાદક દેશો પાસેથી ક્રૂડ  તેલની આયાત વધારવાની યોજના પર કામ કરી રહી છે. જે બતાવે છે કે ઈરાનની ક્રૂડ ની નિકાસ ઝીરો કરી નાખવાની અમેરિકાની યોજનાને ભારત સમર્થન આપી રહ્યો છે.

અમેરિકા ભારતને આદેશ કેવી રીતે આપી શકે, પીએમ મૌન કેમ? : કોંગ્રેસ

અમેરિકી પ્રતિબંધો પર એક અક્ષર ન બોલનાર પીએમ મોદીની ટીકા કરતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ અમેરિકાની ભારત પર ર્સિજકલ સ્ટ્રા।ઇક છે. પહેલી મેથી ઈરાન પાસેથી ક્રૂડ નહીં ખરીદવાનો ભારતનો નિર્ણય પીએમ મોદીની કૂટનીતિની નિષ્ફળતા છે. પીએમ મોદીએ આ મામલે મૌન તોડવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈરાનની નિકાસ અટકાવવામાં અમારો સાથ આપો : અંકલ સેમની સોદાબાજી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/iran-export-prohibited/
via Best Gujarati News

0 Comments