ઇમરાન ખાનને બ્રહ્મજ્ઞાન લાદ્યું, ભારત વગર પાકિસ્તાન ક્યારે સમૃદ્ધ નહીં થાય
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત સાથે પાકિસ્તાનના સંબંધ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે ‘એકમાત્ર સમસ્યા’ છે એમ કહ્યું છે. ચીનમાં ઇમરાન ખાન બીજા બેલ્ટ એન્ડ રોડ ફોરમ(બીઆરએફ)માં ભાગ લેવા પહોંચ્યા છે.
ચીન ખાતે ઈન્ટરનેશનલ કલ્ચરલ કમ્યુનિકેશન સેન્ટર ખાતે શુક્રવારે કહ્યું હતું કે ક્ષેત્રમાં જ્યાં સુધી શાંતિ અને સ્થિરતા નહીં સ્થાપિત થાય ત્યાં સુધી પાકિસ્તાન માટે આર્થિક સમૃદ્ધિ કરવી મુશ્કેલ છે અને પાકિસ્તાન સરકાર આ વિેશે કામ કરી રહી છે. ખાને કહ્યું કે પાકિસ્તાનને અપેક્ષા છે કે અફગાનિસ્તાનમાં રાજનીતિક સંમતિ સફળ થશે અને યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિરતા આવશે.
ઉપરાંત પાકિસ્તાન મીડિયા મુજબ ઇમરાને કહ્યું કે,‘અફગાનિસ્તાનમાં જે પણ થાય છે તેની સીધી અસર પાકિસ્તાનના સરહદી ક્ષેત્રમાં જોવા મળે છે. તેથી અમે એક શાંતિપૂર્ણ ક્ષેત્ર માટે કામ કરી રહ્યા છે. ઈરાન સાથે પણ અમારા સારા સંબંધ છે અને અમે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.’ વધુ ઉમેરતા તેમને કહ્યું કે,‘વર્તમાનમાં એકમાત્ર સમસ્યા ભારત સાથે અમારા સંબંધ છે. પરંતુ અમને અપેક્ષા છે કે ભારતમાં ચૂંટણી બાદ ભારત સાથે પણ અમારા સંબંધો સામાન્ય થઈ જશે.’
ઉલ્લેખનીય છે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં બીજી વાર ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર(સીપીઈસી)નો વિરોધ કરતા ભારત સામેલ થયું નહીં. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે વિવાદાસ્પદ પરિયાજના તેના બીજા તબક્કામાં પહોંચી છે અને તેના પર કામ આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતે સીપીઆઈસીનો હંમેશા વિરોધ કર્યો છે. જે બેલ્ટ એન્ડ રોડ પરિયોજનોનો એક મહત્વનો ભાગ છે. જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી પસાર થાય છે. આ જ કરાણ છે કે ભારત આ હજારો અબજ ડોલરની કનેક્ટિવિટી પરિયોજનાનો વિરોધ કરી રહ્યો છે. વર્ષ 2017માં બેલ્ટ એન્ડ રોડ ફોરમની શરૂઆત થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇમરાન ખાનને બ્રહ્મજ્ઞાન લાદ્યું, ભારત વગર પાકિસ્તાન ક્યારે સમૃદ્ધ નહીં થાય appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pak-pm-imran-khan-say-in-china-relation-with-india-is-only-remains-problem/
via Best Gujarati News
0 Comments