શ્રીલંકા: બોમ્બ વિસ્ફોટ મામલે એક શિક્ષક, આચાર્યશ્રી સહિત 106 શંકાસ્પદોની ધરપકડ
શ્રીલંકામાં ઇસ્ટર ડે નિમિત્તે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના સંબંધમાં તમિલ માધ્યમ શાળાના એક શિક્ષક અને એક શાળાના આચાર્યશ્રી સહિત કુલ 106 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ઇસ્લામિક સ્ટેટે દાવો કર્યો છે કે પૂર્વી પ્રાન્તમાં એક કાર્યવાહી દરમિયાન પોતાની જાતને ઉડાવી લેનારા ત્રણ આતંકવાદીઓ તેમના સભ્યો હતા.
મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળે ઇસ્ટર પર થયેલ બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદાર સ્થાનિક આતંકવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાત(એનટીજે)ના સદસ્યોની સતત શોધ કરી રહી છે. ત્રણ ચર્ચ અને ત્રણ લક્ઝરી હોટલમાં એક પછી એક થયેલ કુલ 8 બોમ્બ બ્લાસ્ટમાં લગભગ 253 લોકો માર્યા ગયા હતા જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા હતા.
શ્રીલંકાના એક મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ 106 શંકાસ્પદોથી પૂછપરછ કરી રહી છે. રિપોર્ટમાં જણાવ્યું કે ધરપકડ થયેલ લોકોમાં એક તમિલ માધ્યમ શાળાનો એક શિક્ષક પણ સામેલ છે. જેની પાસેથી 50 સીમ કાર્ડ અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી છે. કલપિતિયા પોલીસ અને નૌસેનાના એક સંયુક્ત અભિયાન હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે વાયુનિયા શહેર ખાતે સેના અને પોલીસના એક સંયુક્ત અભિયાન હેઠળ 10 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી. એક ગુપ્ત માહિતીના આધારે મુખ્ય માર્ગોને બંધ કરવામાં આવ્યા અને લગભગ 3 કલાક સુધી શોધ અભિયાન ચાલું રાખવામાં આવ્યું. ઉપરાંત એનટીજે દ્વારા સંચાલિત એક સ્કૂલ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેની હેઠળ બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી જેમાંથી એક શાળાનો પ્રિન્સિપલ અને બીજો ડોક્ટર છે. ઉપરાંત શનિવારે શ્રીલંકાએ એનડીજે અને આઈએસઆઈએસથી સંબંધીત એક ગ્રુપને પ્રતિબંધિત કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શ્રીલંકા: બોમ્બ વિસ્ફોટ મામલે એક શિક્ષક, આચાર્યશ્રી સહિત 106 શંકાસ્પદોની ધરપકડ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/106-suspects-are-arrested-including-teacher-and-principal-in-sri-lanka/
via Best Gujarati News
0 Comments