જંકફૂડ ખાવું, કસરત ઓછી કરવી, બેસી રહેવું, એક્ઝામ્સનું ભારે ટેન્શન વેઠવું… આવાં અનેક કારણસર આજકાલ બાળકોમાં પણ મેદસ્વિતા (ઓબેસિટી)ની સમસ્યા જોવા મળી રહી છે. સોની બીબીસી અર્થના શો “ધી ટ્રૂથ અબાઉટ ઓબેસિટી”માં મેદસ્વિતાનો મુકાબલો કરવાની નવતર ટ્રીટમેન્ટ્સ વિશે માહિતી રજૂ કરવામાં આવે છે. તેની એક ઝલક…

ઓવરવેઈટ અને ઓબીઝ વચ્ચે ફ્રક શું?

તમારી ઊંચાઈના પ્રમાણમાં તમારું વજનનું પ્રમાણ માપતો આંક બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) તરીકે ઓળખાય છે. BMI = WEIGHT (Kg)/Height Square (metre). આ આંક ૧૯-૧૫ વચ્ચે હોય તો સમજવું કે તમારું વજન બરાબર છે. આંક જો ૨૫-૩૦ વચ્ચે હોય મતલબ કે તમે વધુ પડતા જાડાsછો અને જો આંક ૩૦થી વધુ હોય તો તમે ઓબીસ એટલે કે મેદસ્વી ગણાવ.

જોખમી વિસેરલ ફેટ

શરીરના મધ્યભાગમાં જમા થતી ચરબીને વિસેરલ ફેટ કહે છે. આ ચરબી માણસની ઉંમરમાં દસેક વર્ષ સુધીનો ઘટાડો કરી શકે. તેનાથી છુટકારો મેળવવો સહેલો છે. ઓછું ખાઈને અને વધુ કસરત કરીને આ ફેટથી છૂટી શકાય છે.

તંદુરસ્ત જીવનની સાદી ફેર્મ્યુલા

અનેક પ્રયોગો બાદ સાબિત થયું છે કે આ બે નિયમો જીવનને તંદુરસ્ત અને સુખી બનાવી શકે. પહેલો નિયમ એ કે લલચાવનારા ખોરાકને દૂર રાખવો અને આત્મસંયમ જાળવવો. બીજો નિયમ એ કે ભાવતા ખોરાકને બદલે તેને મળતો આવતો હોય તેવો આરોગ્યપ્રદ આહાર ખાવો. જેમ કે, કેક ખાવાની ઇચ્છા થાય તો પ્રોટીન બાર ખાવો.

ભૂખનો આધાર જીન પર?

મેલાનોર્કોિટન ૪ રિસેપ્ટર (MC4R) નામનું જીન મગજમાંના ભૂખના સંદેશાઓને નિયંત્રિત કરે છે. આ જીનમાં ખામી હોય તો એ માણસને સતત ભૂખ્યા હોવાને અહેસાસ કરાવી શકે. આવી મુશ્કેલી હોય તો જીન્સને બદલવાને બદલે સતત ભૂખની અનુભૂતિને પૌષ્ટિક અને સાત્વિક ખોરાકથી શમાવવી રહી.

પેટમાંના જીવાણુ

ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ એટલે કે ગટ માઈક્રોબ્સ એટલે કે પેટમાંના જીવાણુઓ પણ આપણી મેદસ્વિતા પર પ્રભાવ પાડે છે અને આપણે જે ખોરાક આરોગીએ છીએ તેનો આ જીવાણુઓ પર પ્રભાવ પડે છે. આપણે જો સારો એટલે કે ખાસ તો ફયબરવાળો ખોરાક અને કેળાં-બેરી-બીન્સ-લસણ-ડુંગળી જેવાં ફ્ળો, કઠોળ અને શાકભાજીઓ તથા આખાં (ફેતરાંસહિતનાં) ધાન્યો, ઓટ્સ, નટ્સ અને સીડ્સ વગેરે ખાઈએ તો પેટમાંના આ જીવાણુ તંદુરસ્ત રહે છે. જે સરવાળે આપણને તંદુરસ્ત અને ચુસ્ત રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વધુ વજનથી બચવા માટે ઓછામાં ઓછું આટલું કરો ! appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/to-weight-reduction-follow-this-instructions/
via Best Gujarati News

0 Comments