પૃથ્વી દિવસઃ ધરતીમાતાને આ બહાને તો ઓળખો!
વિશ્વવ્યાપી : નમન મુનશી
પૃથ્વી એટલે શું એક માત્ર જમીનનો ટુકડો?
પૃથ્વીનું નામ પૌરાણિક કથાઓ પર આધારિત છે, જે ભગવાન શિવ સાથે સંબંધિત છે
સૂર્યમંડળમાં, પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જેના પર જીવનનું અસ્તિત્વ છે. ૨૯% જમીન અને ૭૧% પાણી છે. જેને ધરા, ધરણી કે ધરતી કહેવાય છે તે પૃથ્વી માનવને જન્મથી મૃત્યુ સુધી અઢળક વસ્તુઓ આપે છે.
પૃથ્વી પરનું ૯૭% પાણી ખારા અથવા પીવા યોગ્ય નથી અને માત્ર ૩% પીવા માટે સ્વચ્છ પાણી છે. સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. પૃથ્વીની ધરી, ૨૩.૪ ના ખૂણે તેની ભ્રમણકક્ષા ને કાટખૂણે સહેજ નમેલી છે, જેના કારણે પૃથ્વીની સપાટી પર એક વર્ષ દરમિયાન જુદી જુદી ઋતુઓ પેદા થાય છે.
પૃથ્વી પર આશરે ૭.૫૩ અબજ માનવો વસે છે. અનુમાન છે કે વિશ્વની માનવવસતિ ૨૦૫૦માં ૯.૨ અબજ સુધી પહોંચશે. મોટા ભાગની માનવવસતિનો વધારો વિકાસશીલ દેશોમાં થશે. આખા વિશ્વમાં માનવવસતિની ગીચતા જુદી છે, માનવવસતિનો મોટો ભાગ એશિયામાં વસે છે. ૨૦૨૦ સુધીમાં, વિશ્વની માનવવસતિના ૬૦% જેટલા લોકો ગ્રામ્યને બદલે શહેરી વિસ્તારોમાં વસતા હશે તેવું અનુમાન છે.
પૃથ્વીની સપાટીનો માત્ર આઠમો ભાગ જ માનવો માટે રહેવાલાયક છે એવો અંદાજ છે; તેના ત્રણ-ભાગ પર મહાસાગરો છે, જમીન-વિસ્તારનો પણ અડધો ભાગ ક્યાં તો રણ (૧૪%), ઊંચા પર્વતો (૨૭%) છે ક્યાં વસવા માટે ઓછો અનુકૂળ એવો પ્રદેશ છે.
સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્રો, એન્ટાર્કટિકાના કેટલાક અપવાદરૂપ હિસ્સાઓને છોડીને પૃથ્વીની તમામ જમીન સપાટી પર પોતાનો દાવો કરે છે. જગતમાં આજે ૧૯૫ દેશો છે, જેમાંથી ૧૯૩ યુનાઈટેડ નેશન્સના સભ્ય દેશ છે.
ધરતી પર મોટા મહાકાય હિમાલય જેવા પર્વતો છે તો મહાસાગરો પણ છે, મીઠા ઝરણાં છે તો વિશાળ નદીઓ પણ છે, જંગલ છે, રણપ્રદેશ છે, સપાટ મેદાન છે તો ડુંગરાળ પ્રદેશો પણ છે, મીઠા/ખારા પાણીના સરોવર છે તો પૃથ્વીના પેટાળમાં પ્રચંડ જ્વાળામુખી પણ છે. કરોડો જીવજંતુઓ, પક્ષીઓ, જાનવરો અસ્તિત્વ ધરાવે છે. આ બધાનો માલિક બનવાના પ્રયત્નમાં રચ્યોપચ્યો માનવ પણ છે.
ધરતી જ અનાજ આપે છે, પાણી આપે, ઓક્સિજન આપે છે, જીવાડે છે અને મૃત્યુ પછી પોતાનામાં જ સમાવી (કબર કે રાખ રૂપે) લે છે. આ પૃથ્વી જેને ભારતીય સંસ્કૃતિ માતાનો દરજ્જો આપે છે તે ખરેખર જ વંદનીય છે, કોઈપણ જાતની અપેક્ષા વિના તે ઉત્પત્તિકાળથી ખનીજથી માંડી સોના-ચાંદી-ડાયમંડ જેવી મૂલ્યવાન, કીમતી ધાતુઓ-પદાર્થો આપ્યા જ કરે છે.
દર વર્ષે ૨૨ અપ્રિલના રોજ ‘પર્યાવરણ સંરક્ષણના સમર્થન’ માટે પૃથ્વી દિન આયોજિત કરાય છે. અમેરિકાના સેનેટર ‘જેરાલ્ડ નેલ્સન’દ્વારા ૧૯૭૦થી તેની શરૂઆત પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા માટે કરાઇ હતી જે હવે વિશ્વના ૧૯૨થી વધુ દેશોમાં દર વર્ષે આયોજિત થાય છે. પૃથ્વી દિવસ ઉજવવાની શરૂઆત અમેરિકામાં જોન મૈકોબલે સન ૧૯૬૯માં કરી હતી. અમેરિકામાં દર વર્ષે માર્ચમાં ઇક્વિનોક્સ (જે દિવસે રાત અને દિવસ સરખા હોય છે)ના દિવસે આ મનાવવામાં આવે છે. જ્યારે આખી દુનિયામાં પૃથ્વી દિવસ મનાવવાની શરૂઆત એક પર્યાવરણવિદ્ ગેલોર્ડ નેલ્સને ૧૯૭૦માં ૨૨મી એપ્રિલના દિવસે કરી હતી. પર્યાવરણ ટેકનિકના વિશેષજ્ઞા ગેલોર્ડ નેલ્સન દ્વારા શરૂઆત કરવામાં આવેલા આ પૃથ્વી દિવસને આજે વિશ્વમાં બધા દેશો ઉજવે છે. વૈશ્વિક સ્તરે પૃથ્વી દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય પૃથ્વીના પર્યાવરણ પ્રતિ ચેતના જગાડવાનો છે
માનવ સ્વભાવ એવો વિચિત્ર છે કે પહેલાં તો પોતાની જરૂર પ્રમાણે વગર વિચાર્યે કોઈપણ વસ્તુનું નિકંદન કાઢી નાંખે અને પછી ભાન પડે એટલે પાછા હાયતૌબા કરતા રક્ષણ-સંરક્ષણ ના તાયફ કરે. પોતાના ઘરોના ફર્નિચરો માટે જંગલોના જંગલો ઉજાડી મૂકે છે, એસી કે કારમાં ફ્રવા પેટાળમાંથી ખનીજ તેલ કાઢયા જ કરે છે. રસ્તાઓ નિર્માણ માટે નાના-મોટા પહાડ તોડી પાડવામાં આવે છે.
વાસ્તવમાં પૃથ્વી દિવસ કંઈ તેના રક્ષણ માટે જાગૃતિ ફ્લાવવા માટે ન જ હોવો જોઈએ, પૃથ્વી જે માનવ જાતને આપતી આવી છે તે માટે આભાર (થેન્ક્સ ગિવિંગ) વ્યક્ત કરવા માટે હોવો જોઈએ. જે આપણને પાળે છે, પોષે છે, જીવાડે છે તેને આપણે શું આપીએ છીએ? કદાચ આપણે તેને કંઈક આપવા સમર્થ જ નથી. હા આપણે એટલું તો કરી જ શકીએ કે આ ધરતી પર પોતપોતાનો હક જમાવવા કરતાં દરેક આવનાર માટે રહેવાનું ઉત્તમ સ્થળ બનાવી શકીએ. એ માટે પૃથ્વીને નુકસાન કરનાર ઉદ્યોગો બંધ કરવા પડે જે શક્ય નથી. અહીં તો ધરતી એક એક ઈંચ માટે ખૂનખરાબા થઇ જાય છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પૃથ્વી દિવસઃ ધરતીમાતાને આ બહાને તો ઓળખો! appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/earth-day-earthquake-earthquake/
via Best Gujarati News
0 Comments