લૌકિક-અલૌકિક :- સલિલ પટેલ

અમેરિકાના ૨૬ વર્ષીય જેફ ગ્રીનહાને એક ફોન આવ્યો. તેણે ફોન ઉપાડયો તો તે ફોન તેના ઘરેથી આવ્યો હતો. તેની નોકરાણીએ કહ્યું કે, ‘ઘરની પાસે, પશ્ચિમ દિશામાં સ્થિત ખેતરોમાંથી અજીબો ગરીબ પ્રકાશની રોશનીઓ અને ભારે શોર-બકોરને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.’

તે ૧૭ ઓક્ટોબર ૧૯૬૩ની રાત હતી. લગભગ ૧૦ વાગ્યાનો સમય હતો આમ પણ થોડીક વાર પછી ગ્રીનહા પોતાના ઘરે જ જવાનો હતો. સૌથી યુવા વયે તે પોલીસ કમિશનર બની ગયો હતો. પરંતુ તેનું તેને જરાપણ અભિમાન ન હતું. તે પોતાના કાર્ય પ્રત્યે પૂર્ણ સર્મિપત હતો ખોટી વ્યર્થ વાતો માટે તેની પાસે સમય પણ ન હતો અને વિશ્વાસ પણ ન હતો.

તેણે પોતાનો કેમેરો લીધો અને પોલીસની કારમાં બેસીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. વસ્તી શરૂ થતાંની પહેલાં જ તેણે રસ્તાની વચ્ચે એક અજીબ માનવાકાર પ્રાણીને જોયું. તેની ઊંચાઈ લગભગ સાત ફૂટની હશે. તેનો રંગ ચાંદીની જેમ ચમકતો હતો તેનું શરીર એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ ચમકદાર ધાતુની પન્ની અથવા કલર લગાડયો હોય. એકવાર તો એવું લાગ્યું કે જાણે તેના માથા ઉપર શિંગડાં નીકળ્યા હોય.

પહેલા ગ્રીનહાએ વિચાર્યું કે કદાચ પેલો બીજા ગ્રહ ઉપરથી આવેલો માણસ હશે. પરંતુ બીજી જ ક્ષણે તેણે વિચાર્યું કે આજુબાજુ કોઈ વિમાન અથવા યુએફઓ (UFO) તો દેખાતું નથી, એ કેવી રીતે સંભવ છે? તેણે પોતાનો કેમેરો હાથમાં લીધો અને પેલી અલૌકિક વ્યક્તિનાં ત્રણ-ચાર ફોટો ખેંચી લીધાં. કેમેરાની ફલેશથી અંજાઈને પેલી વ્યક્તિ હવામાં તરતી તરતી ધીમેધીમે તેની સામે આગળ વધવા લાગી.

ગ્રીનહાએ તાત્કાલિક પોતાની કારની સાયરન ચાલુ કરી દીધી અને કાર ઉપર લાગેલી લાઈટ ચાલુ કરી દીધી.

પેલી ચીજ તેની તરફ ઘસડાતી ચાલવા લાગી અને આૃર્યજનક રૂપથી ચાલતી ચાલતી આગળની તરફ ભાગવા લાગી અને એકદમ જ ગ્રીનહાની આંખોની સામેથી ક્યાંક ગાયબ થઈ ગઈ. ગ્રીનહા પોલીસ હોવા છતાં પણ થોડીક ક્ષણ માટે તો ગભરાઈ ગયો. પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાની જાતને સંભાળી લીધી.

આ બધું થયા પછી તરત જ ગ્રીનહાનું દુર્ભાગ્ય શરૂ થઈ ગયું. કોઈપણ કારણ વગર તેની પત્ની તેનાથી નારાજ થઈને તેનું ઘર છોડી દીધું. તેનો નાનો પુત્ર એકદમ જ ગાંડો થઈ ગયો એક અઠવાડિયા પછી તેની કારમાં રહસ્યપૂર્ણ રીતે અચાનક આગ લાગી ગઈ.

તેની એક બીજી મોટી ગાડી, જ્યાં પાર્ક કરતો ત્યાં અને તેની બાજુમાં એક રૂમ પણ બનેલો હતો. તેમાં પણ અચાનક આગ લાગી ગઈ.

૧૫ નવેમ્બર ૧૯૬૩ના રોજ ગ્રીનહાને સરકારી નોકરી પણ છોડી દેવી પડી. તેણે કારણ પૂછયું તો તેના ઉપરી અધિકારીઓએ કહ્યું, ‘અમને એવા પોલીસ કમિશનરની જરૂર નથી જે અજીબો ગરીબ વાતોની ઉપર કોઈ સબૂત વિના તેની ઉપર વિશ્વાસ કરે. તમે લોકોમાં ડર ફેલાવવાનું કારણ બન્યા, આથી હવે તમારી જરૂર નથી. ‘

પરંતુ પેલી અલૌકિક ભૂતિયા વસ્તુ શું હતી? ક્યાંથી આવી અને અચાનક કયાં ગાયબ થઈ ગઈ તેની કોઈને ખબર જ ના પડી.

આ પ્રકારની ઘટના ત્યારબાદ ક્યારેય આ વિસ્તારમાં બની નથી, છેવટે એવું માની લેવામાં આવ્યું કે ગ્રીનહાને દગો થયો હશે અથવા તો તેણે જાતે જ આવી વાર્તા બનાવી દીધી હશે. પરંતુ એ પણ શંકા છે કે ગ્રીનહા તો આવી કોઈપણ પ્રકારની ઘટના કે વાતમાં જરાપણ વિશ્વાસ કરતો નહોતો અને બીજા કોઈને પણ વિશ્વાસ કરવા દેતો નહોતો. તો પછી ગ્રીનહાએ આ પ્રાણી કે એલિયન્સને જોયો તે શું હશે?

પરંતુ સચ્ચાઈ તો એ છે કે ૧૭ ઓક્ટોબર ૧૯૬૩ની રાતે અલબામા શહેરમાં કેટલાય લોકોએ અનોખા અવાજો સાંભળ્યા અને અલૌકિક રોશની પણ જોઈ હતી. પરંતુ એ કોણ હતું તેની ક્યારેય કોઈને સચ્ચાઈ જાણવા ન મળી.

લોકોની ધારણાં છે કે કોઈક ભૂતે જ ગ્રીનહાની જોડેનો કોઈક જૂનો બદલો લીધો હશે.

salil1611@yahoo.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું એ કોઈ ભૂત હતું? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/what-a-a-ghost-was-there/
via Best Gujarati News

0 Comments