વિરમગામમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ, પોલીસકર્મીઓ પણ ઘાયલ
વિરમગામ શહેરમાં રૈયાપુર દરવાજા બહાર ત્રણ રસ્તા પાસે આવેલા ભઠ્ઠીપરા વિસ્તારમાં એક ધાર્મિક સ્થળની જગ્યાને લઈને બે જુથો વચ્ચે પથ્થરમારો થતા ૮ જેટલા લોકોને ઈજા પહોચી હતી.
જો કે, ઘટના સ્થળે પહોચેલી પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો. પરંતુ મોડી સાંજે ફરીયાદ લેવા મુદ્દે પણ એક જુથ અને પોલીસવચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેમા થયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓને ઈજાઓ પહોચી હતી. બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કર્મીઓનો કાફલો બનાવ સ્થળે પહોચી આવ્યો હતો.
જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાર સુધી પોલીસ ફરીયાદ નોંધાઈ નથી. બે કોમ વચ્ચે તકરારના સમાચાર વાયુવેગે પ્રસરતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસને બનાવની જાણ થતાં દોડતી થઈ હતી અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઈજાગ્રસ્તોના એક જૂથને સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ તરફ રવાના કરાયા હતાં.
ધાર્મિક જગ્યાની દીવાલના સંદર્ભે તકરાર સર્જાઈ એ પહેલાં બંને સમાજના કેટલાંક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જેથી રવિવારની સવારે જ એક જૂથ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post વિરમગામમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ, પોલીસકર્મીઓ પણ ઘાયલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/viramgam-bloody-clashes-between-the-two-groups-policemen-injured/
via Best Gujarati News
0 Comments