પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનાસે ગયા વર્ષે લગભગ છ મહિના એકબીજાને ડેટ કરીને લગ્ન કર્યા હતા. જો કે ઓકે મેગેઝિનના અહેવાલ મુજબ આ કપલ હવે છૂટાછેડા લઇ રહ્યું છે. નિક જોનાસને પ્રિયંકાનો ગુસ્સો અને તેનું કન્ટ્રોલમાં રાખવાનું વલણ પસંદ નથી અને જોનાસ પરિવારે નિકને સલાહ આપી છે કે પ્રિયંકા સાથે વહેલી તકે પોતાના સંબંધનો અંત લાવી દે. મેગેઝિનના મતે જોનાસ પરિવારને લાગ્યંુ હતું કે પ્રિયંકા એક મેચ્યોર મહિલા છે અને સેટલ થઇ બાળકોનો ઉછેર કરશે પણ હવે તેમને લાગે છે કે પ્રિયંકા અત્યારે પણ ૨૧ વર્ષની યુવતી જેવો જ વ્યવહાર કરી રહી છે. જો કે પ્રિયંકાએ આ વાતને અફવા ગણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ગયા વર્ષે લગ્ન કરનાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લેશે છૂટાછેડા ? appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/last-years-wedding-do-pre/
via Best Gujarati News

0 Comments