કુબ્રા સૈત ગત કેટલા સમયથી બોલીવુડમાં સંઘર્ષ કરી રહી છે. પરંતુ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની વેબસીરીજ સેક્રેડ ગેમ્સ બાદથી તે તેની ઓળખ બનવવામાં કામયાબ થઇ શકી છે. તેને સલમાન ખાનની ફિલ્મ રેડીમાં એક નોકરાનીનો નાનો રોલ કર્યો હતો. કુબ્રાએ વાત કરતા કહ્યું કે તેને ઓડિશન વગર સલમાનની ફિલ્મમાં રોલ મળ્યો હતો.

કુબ્રાની પાસે કોઇ એક્ટિંગનો કોઇ અનુભવ ન હતો અને તે માઇક્રોસોફ્ટમાં સારી જોબ છોડીને બોલીવુડની પડકારથી ભરેલી દુનિયામાં કિસ્મત અજમાવવા માંગતી હતી. મુંબઇમાં આવ્યા પબાદ તેને અનીસ બજ્મીની ફિલ્મ અંગે માલૂમ પડ્યું. આ ફિલ્મ હતી સલમાન ખાન અભિનીત રેડી. આ ફિલ્મ માટે કુબ્રા બજ્મીની ઓફિસ ગઇ. તેને કહ્યું કે ત્યાં એક શખ્સ કાસ્ટિંગ કરી રહ્યો હતો, અને હુ ડ્રેસમાં ત્યાં પહોંચી હતી. કારણકે હું એક નોકરાનીના રોલ માટે ત્યાં ગઇ હતી. મને યાદ છે કે મેં 5 કલાક રાહ જોઇ હતી. જોકે તેમને કહ્યું હતું કે આકર્ષક નોકરાનીનો રોલ છે અને તેમને નાનો ડ્રેસ પહેરવા અંગે કહ્યું. કુબ્રા જ્યારે શોર્ટ ડ્રેસ પહેરીને આવી તો બજ્મીએ તેને જોઇને કહ્યું કે સારુ છે અને કહ્યું કે બસ સલમાનની ફિલ્મમાં રોલ મળી ગયો.

ઘણા લોકો તેને રોકી કે તેને ફિલ્મમાં નાના રોલ ન કરવા જોઇએ. કારણકે તે તેનું સારુ કરિયર નથી. પરંતુ કુબ્રા તેની દરેક ફિલ્મોને લઇને ગર્વ અનુભવે છે. તેને કહ્યું કે હુ એ ફિલ્મો અંગે વિચારુ છું કે જેમા મને રોલ ન મળ્યો. હું માત્ર એવી ફિલ્મ પર જ ફોકસ કરું છું તે મારા હાથમાં છે. કુબ્રા બાદ સલમાનની સાથે સુલતાનમાં પણ કામ કર્યું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ સેક્રેડ ગેમ્સમાં તેને ટ્રાન્સજેન્ડર રોલ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ અભિનેત્રીએ પહેર્યો એવો ડ્રેસ કે ચપટી વગાડતા જ મળી ગયો સલમાનની ફિલ્મમાં રોલ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/actress-wore-a-mini-dress-got-roll-for-salmans-film/
via Best Gujarati News

0 Comments