‘ક્રિકેટના ભગવાન’નો આજે 46મો બર્થ-ડે, જાણો સચિન સાથે 24ના આંકડોનું શું છે ખાસ કનેક્શન
ક્રિકેટની દુનિયામાં 24 વર્ષો સુધી છવાયેલા રહેનાર સચિન તેંદુલકરનો આજે 46મો જન્મ દિવસ છે. માત્ર 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કદમ રાખનાર આ ‘છોટે સચિન’ એ 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી પોતાને બેટને આરામ આપ્યો હતો. હંમેશાં રનની ભૂખ અને કદી ના થાકનાર સચિને ક્રિકેટની દુનિયામાં એવી કીર્તિ ફેલાવી છે કે હાલ સચિનને ‘ક્રિકેટના ભગવાન’નો દરજ્જો આપવામાં આવ્યો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર અને 24 તારીખનો ખાસ સંબંધ છે. આ તે દિવસ છે, જેનાથી સચિનના જીવનની શરૂઆત જ નહોતી થઇ, પરંતુ આ તારીખે તેને ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. તો જાણો સચિન માટે કેમ મહત્વની છે 24 તારીખ..?
24 એપ્રિલ 1973
24 એપ્રિલ 1973ના દિવસે એક વાગે મુંબઇના શિવાજી પાર્ક રાણાડે રોડ સ્થિત નિર્મલ નર્સિંગ હોમમાં સચિનનો જન્મ થયો હતો. જન્મ વખતે તેનું વજન 2.85 કિગ્રા હતું અને આગળ જતા સચિન શિશું ક્રિકેટનો યુગપુરૂષ બની ગયો.
24 ફેબ્રુઆરી 1988
24 ફેબ્રુઆરી 1988એ નાનકડો સચિન અહેવાલોમાં છવાઇ ગયો હતો અને આખી દુનિયામાં તેની વાહ વાહ થવા લાગી હતી. સચિને તે દિવસે પોતાના બાલસખા કાંબલીની સાથે હેરિસ શીલ્ડની સેમીફાઇનલમાં અણનમ 664 રનોની આશ્ચર્યચકિત ભાગેદારી કરી હતી. આ ભાગેદારી દરમિયાન સચિન 326 અને કાંબલી 349 રન પર અણનમ રહ્યો હતો. મુંબઇના આઝાદ મેદાન પર શારદાશ્રમ વિદ્યામંદિર ટીમના સ્કૂલના ખેલાડીઓની આ જાદૂઈ બેટિંગ કોઇ કરિશ્માથી ઓછું નહોતી
ત્યારે કાંબલી (16 વર્ષ) અને સચિન (14 વર્ષ)ની આ ભાગેદારી કોઇ પણ વિકેટ માટે કોઇ પણ શ્રેણીની ક્રિકેટમાં સૌથી મોટી ભાગેદારી હતી. સચિન કાંબલીએ ઓસ્ટ્રેલિયન જોડી ટી.પૈટોન અને એન.રિપૉનના રેકોર્ડને ધ્વસ્ત કર્યો હતો. બુફેલે ટીમ માટે આ કંગારૂ બેટ્સમેનોએ 1913/14માં 641 રનની ભાગેદારી કરી હતી. જો કે, 19 વર્ષ બાદ હૈદરાબાદમાં મનોજ કુમાર અને મો. શૈબાજે 721 રન (ત્રીજી વિકેટ માટે)ની ભાગેદારી કરી સચિન-કાંબલીનો રેકોર્ડને પાછળ છોડ્યો હતો.
24 નવેમ્બર 1989
સચિને 24 નવેમ્બર 1989ના રોજ 16 વર્ષની ઉંમરમાં પોતાની ટેસ્ટ કરિયરની પહેલી અડધી સદી (59) ફટકારી હતી. પાકિસ્તાન વિરુદ્ધ પોતાના પહેલા પ્રવાસમાં ફૈસલાબાદમાં તેને સૌથી ઓછી ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
24 ફેબ્રુઆરી 2010
સચિને 24 ફ્રેબુઆરી 2010ના રોજ ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમમાં તે ઐતિહાસિક ઈનિંગ રમી, જેના વિશે કોઇએ વિચાર્યું પણ નહીં હોય. તેને સાઉથ આફ્રિકા વિરુદ્ધ અણનમ 200 રનની ઈનિંગ રમીને વનડે ક્રિકેટના 39 વર્ષના ઇતિહાસની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી હતી.
#ThisDay in 2010 the great @sachin_rt became the first batsman to score a double ton in ODI cricket.
He faced 147 balls and scored the first double century with 25 fours and 3 sixes against South Africa at Gwalior #Legend. pic.twitter.com/cwb0TRA9TT
— BCCI (@BCCI) February 24, 2018
24 મે 1995
તેંદુલકરે 24 મે 1995ના રોજ ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતા અને બ્રિટિશ સામાજિક કાર્યકર્તા એનાબેલ મહેતાની પુત્રી અંજલિ સાથે લગ્ન કર્યા હતા. સચિન અંજલિથી 6 વર્ષ નાનો છે. બન્નેએ સંગાઇ 1994માં ન્યૂઝીલેન્ડમાં થઇ હતી.
24 સપ્ટેમ્બર 1999
સચિનના પુત્ર અર્જુન તેંદુલકરનો જન્મ 24 સપ્ટેમ્બર 1999એ મુંબઇમાં થયો હતો. અર્જુન ડાબોડી હાથથી બોલિંગ કરે છે, જે તેના પિતાથી વિપરીત છે. અર્જુન એક ઓલરાઉન્ડરના રૂપમાં પોતાની ઓળખ બનાવવામાં લાગી ગયો છે.
24 એપ્રિલ 2011
આ દિવસની સાથે એક દુ:ખદ ઘટના પણ જોડાયેલી છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર આધ્યાત્મિક ગુરુ સત્ય સાઇ બાબાનુ નિધન 24 એપ્રિલ 2011ના રોજ થયું હતું. સચિન પણ તેમના ભક્ત હતા. સત્ય સાઇ બાબાના નિધનના કારણે સચિને તે વર્ષે 24 એપ્રિલે પોતાનો જન્મદિવસ મનાવ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘ક્રિકેટના ભગવાન’નો આજે 46મો બર્થ-ડે, જાણો સચિન સાથે 24ના આંકડોનું શું છે ખાસ કનેક્શન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sachin-tendulkar-birthday-sachin-tendulkar-turns-46/
via Best Gujarati News
0 Comments