IPL 2019: ચેન્નાઇની ટીમમાં આ ખેલાડીએ Entry મારતા જ થયો ચમત્કાર!
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારનો દિવસ ચેન્નાઇની ટીમ માટે ખૂબ જ અગત્યનો હતો. ટીમમાં પાછલી મેચમાં જ કેપ્ટન એમએસ ધોનીની વાપસી થઇ હતી. આની પહેલાં ટીમને હૈદ્રાબાદના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પીઠ દર્દથી પરેશાન ધોનીને પણ વાપસી મેચમાં વિરાટની ટીમથી એકલા જ લડવું પડ્યું અને ટીમ એક રનથી હારી ગઇ. મંગળવારના રોજ હૈદ્રાબાદની વિરૂદ્ધ હરભજન સિંહે પણ વાપસી કરી અને ટીમમાં આવવા પર ખુશી વ્યકત કરી છે.
બીમારીના લીધે ટીમમાંથી બહાર હતો ભજ્જી
ભજ્જીએ બીમારીની લાધી કેટલીક મેચોમાં બહાર રહ્યા બાદ મંગળવારના રોજ હૈદ્રાબાદની વિરૂદ્ધ મેચમાં વાપસી કરવા પર ખુશી વ્યકત કરી. તેમની ખુશીનું એક કારણ એ પણ હતું તેમણે આ મેચમાંપણ ટીમ માટે અગત્યનું યોગદાન આપ્યું. હરભજને ડેવિડ વાર્નર અને જાની બેયરસ્ટાની અગત્યની વિકેટ ઝડપી. આ મેચમાં ચેન્નાઇએ હૈદ્રાબાદને છ વિકેટથી હરાવ્યું.
આ મેચમાં હરભજને બે કિંમતી વિકેટ તો લીધી પરંતુ તે પોતાની ટીમની તરફથી સૌથી વધુ રન આપનાર બોલર્સ રહ્યા. તેમણે 4 ઓવરમાં સૌથી વધુ 39 રન આપ્યા. હરભજને મેચ બાદ કહ્યું રમવું હંમેશા સારું લાગે છે પરંતુ બીમાર હોવાના લીધે હું કેટલીક મેચ રમી શકયો નહીં. મારો આખો પરિવાર જ બીમાર થઇ ગયો હતો. હવે પાછા ફરતા સારું લાગી રહ્યું છે.
હૈદ્રાબાદે આ મેચમાં મનીષ પાંડેની તોફાની નોટ આઉટ 82 રનનની મદદથી ચેન્નાઇને 176 રનનું લક્ષ્ય આપ્યું. ત્યારબાદ ખૂબ જ ધીમી શરૂઆત બાદ શેન વાટસન એ 96 રનની ઇનિંગ્સ રમી પાછલી આઇપીએલ ફાઇનલની યાદ તાજા કરાવી દીધી. વાટસનની ઇનિંગ્સ હૈદ્રાબાદના મનીષ પાંડે (82) અને ડેવિડ વાર્નરની હાફ સેંચુરી (57) ભારે પડી.
હરભજને ચેન્નાઇની ચેપાક સ્ટેડિયમમાં રમાયેલી આ સીઝનની તમામ મેચ જીતી છે તેના પર પણ પોતાનો વિચાર રજૂ કર્યો. તેમણે કહ્યું કે વિરોધી ટીમો માટે ચેન્નાઇને ચેપાકમાં હરાવું સરળ નહીં હોય.
આ Video પણ જુઓ : પીએમ મોદી દિલ સે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 2019: ચેન્નાઇની ટીમમાં આ ખેલાડીએ Entry મારતા જ થયો ચમત્કાર! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/harbhajan-singh-on-csks-last-gasp-win-over-srh/
via Best Gujarati News
0 Comments