પ્રાચી મૌર્ય હત્યાકાંડ: દોઢ કલાકમાં પ્રેમીએ 3 વાર ગળું દબાવ્યું, ચોથી વાર દુપટ્ટાથી આપ્યો ફાંસો
વડોદરાની સ્વરૂપવાન ડ્રામા આર્ટિસ્ટ બીઈ થયેલી પચ્ચીસ વર્ષીય યુવતી પ્રાચી મોર્યની બુધવારે મધરાતે 2-20થી 3-30 સુધીના ગાળામાં ઓલ્ડ પાદરા રોડ રિલાયન્સ મોલ પાછળ પૂર્વ પ્રેમી વસીમ મલેક દ્વારા તુ મારી નહિં તો કોઈની પણ નહિંના ઝનૂન સાથે ખુની દરિંદો બનીને એક નહિં પરંતુ ચાર-ચાર વખત ગળુ દબાવીને ઠંડે કલેજે હત્યા કરતાં ભારે સનસનાટી મચી હતી.
ત્રણ વખત હાથ વડે ગળુ દબાવવા છતાં પ્રાચીના શરીરમાંથી જીવ નહીં નીકળતાં ચોથી વખત પ્રાચીની છાતી ઉપર બેસીને દુપટ્ટા વડે ગળે ટૂંપો આપીને બેરહેમી પૂર્વક હત્યા કરીને વસીમ ફરાર થઈ ગયો હતો.
ઓલ્ડ પાદરા રોડ, રિલાયન્સ મોલની પાછળ ગરબા મેદાનથી માંડ પાંચસો મીટર દૂર આવેલાં ઓર્ચિડ બંગલોઝમાં માતા અને નાની બહેન સાથે રહેતી પ્રાચી યુવરાજ મૌર્ય (ઉ.વ.૨૫)એ પારૂલ યુનિવર્સિટીમાંથી બીઈ કર્યું હતુ. આજથી લગભગ ચાર વર્ષ પૂર્વે પારૂલ યુનિવર્સિટીમાં જ એન્જિયરીંગમાં ભણતાં જુનિયર વસીમ ઉર્ફે અરહાન સીકંદર મલેક ઉ.૨૪ (રહે, ફાતીમા રેસિડેન્સી, ગોરવા કરોડિયા રોડ) સાથે પરીચય થયો હતો. જે પ્રેમ સબંધમાં પરિણમ્યો હતો.
પ્રાચીના પિતા મધ્ય પ્રદેશમાં નોકરી કરે છે અને માતા વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં શહેરી વિકાસ વિભાગમાં એચ.ઓ.ડી. તરીકે ફરજ બજાવે છે. પ્રાચીની નાની બહેન શચી ફાઈન આર્ટસમાં અભ્યાસ કરે છે. ગત ફેબ્રુઆરીમાં પ્રાચી અને વસીમ વચ્ચે બ્રેકઅપ થયું હતુ. ગઈકાલે ખંભાતમાં સ્પીચ લેસ નામના નાટકમાં પ્રાચીએ અભિનય કરવાનો હતો. ગઈકાલે સ્ટુડિયોથી પ્રાચી સહીતના 20 જેટલા આર્ટિસ્ટો લકઝરી બસમાં બેસીને ખંભાત ગયા હતા.
ખંભાતમાં નાટક પુરૂ કરીને બસ રાતે 1-45ના અરસામાં પરત અલકાપુરી આવી હતી. એક મોર્નિંગ વોકરે સવારે જે.પી.રોડ પોલીસ સ્ટેશનના લેન્ડ લાઈન ઉપર ફોન કરીને ગરબા મેદાન પાસે એક યુવતીની લાશ પડી છે તેવી જાણ કરતાં પોલીસના ધાડેધાડા સ્થળ ઉપર ઉતરી પડયાં હતા. સ્થળ પર પહોચેલી પોલીસને ઓર્ચિડ સોસાયટી પાસે જ એક ઝાડ પાછળ યુવતીની લાશ દુપટ્ટો ઓઢાડેલી હાલતમાં પડેલી જોવા મળી હતી.
પોલીસને નજીકમાં એક્ટિવા મળી આવ્યુ હતુ. તેના પર ઉપર લાગેલા ઓર્ચીડ સોસાયટીના સ્ટિકર ઉપરથી પોલીસ સોસાયટીમાં પહોચી હતી. સોસાયટીમાં પ્રાચી રાતથી ઘરે આવી ના હોવાની જાણ થતા પોલીસ પ્રાચીની માતા અને બહેનને સ્થળ પર લઈ આવી હતી . જ્યા મૃતદેહ પ્રાચીનો હોવાનુ કનફોર્મ થયુ હતુ.
લાશની ઓળખ થતાં જ હત્યારાને શોધવા માટે શહેરભરની પોલીસ કામે લાગી ગઈ હતી. પોલીસને પહેલી કડી મળી કે અંકિત શર્મા નામનો સહ આર્ટિસ્ટ પ્રાચી ને મોડીરાતે મુકવા ઘર સુધી આવ્યો હતો. પોલીસે ફતેગંજ પોસ્ટઓફીસ પાછળ આવેલા 302, શરણમ સોલીટર એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત ને અટકાયતમાં લઈને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે, હુ પ્રાચીને મુકવા આવ્યો ત્યારે વસીમ ત્યાં જ ઉભો હતો. મારે અને અંકીતને બોલવાનુ પણ થયુ પરંતુ પ્રાચીએ મને કહયું હતુ કે તુ અહિંથી જતો રહે હું આને રવાના કરી દઉ છુ.એટલે હુ નિકળી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રાચી મૌર્ય હત્યાકાંડ: દોઢ કલાકમાં પ્રેમીએ 3 વાર ગળું દબાવ્યું, ચોથી વાર દુપટ્ટાથી આપ્યો ફાંસો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/vadodara-artist-prachi-mourya-murder-case-lover-vasim-arrested/
via Best Gujarati News
0 Comments