રાજ્યમાં ઊનાળો ભરપુર જામી ગયો છે. લોકોને અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ – રાજકોટમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ વખતે ગરમીએ 17 વર્ષનો રેકોર્ડ એપ્રિલમાં વિક્રમ જનક રીતે તોડ્યો છે. હવામાન વિભાગના મતે, ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચવાની સંભાવના સેવવામાં આવી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી છે. આ સિવાય ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં પણ ગરમ પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગની આગાહી કહી રહી છે. વધતી જતી ગરમીને લઈ 108 ઈમરજન્સી પણ સજ્જ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ગરમીના કારણે છેલ્લા એક સપ્તાહમાં ઈમરજન્સી કેસમાં 15%નો વધારો થયો છે. આ સાથે ડિહાઈડ્રેશનના કેસ સૌથી વધારે નોંધાયા હોવાનું તંત્ર કહી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ દર્શાવાયું છે.

ગુરૂવારે રાજ્યમાં અમરેલીનું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 42.00 ડિગ્રી નોંધાયું હતં. 42.6 ડિગ્રી સાથે ગાંધીનગર બીજું ગરમ શહેર રહ્યું હતું તો રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 41.4 ડિગ્રી અને ભૂજનું તાપમાન 42. ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં 39.1 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ઓછું ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતના દરિયા કિનારે આવેલા સંઘ પ્રદેશ દિવનું તાપમાન ગુરૂવારે 33.9 ડિગ્રી નોંધાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદ- રાજકોટમાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 દિવસ ગરમીનો પારો તોડશે 17 વર્ષનો રેકોર્ડ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/today-red-alert-in-ahmadabad-temperature-may-go-beyond-44-degree-in-state/
via Best Gujarati News

0 Comments