લંપટ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં આજે કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો, જાણો શું છે સમગ્ર કેસ?
રાજ્યભરમાં ઘેરા પડઘા પાડનારો નારાયણ સાંઈ વિરુદ્ધ દુષ્કર્મ કેસના મામલે આજે ચુકાદો આવી શકે છે. નારાયણ સાંઈ વિરુદ્ધ 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતાએ નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આસારામના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થતા આજે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. આજે કોર્ટે આરોપીઓને હાજર થવાનું ફરમાન કર્યું છે.
આ ઘટનામાં પીડિતા સાધકનો આરોપ હતો કે, નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ પોતાનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ નારાયણ સાંઈ ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ચર્ચા જગાવ્યા બાદ પોલીસે નારાયણ સાઈની ધરપકડ કરી હતી. સાધકે 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા.
આરોપી નારાયણ સાઈ ઉર્ફે મોટા ભગવાન સહિત 10 આરોપીઓ સામેની ટ્રાયલ પૂરી થતાં આજે ચુકાદો આવાની શકયતા સેવવામાં આવી રહી છે. 6 ઓક્ટોબર 2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનામાં બે પીડિતા બહેનો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. એક પીડિતા દ્વારા નારાયણ સાઈ સામે તો બીજી પીડિતા બહેન દ્વારા આશારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટમાં બચાવ પક્ષ અને સરકાર પક્ષની અંતિમ દલીલો પૂરી થઈ ગઈ છે. ગત 6 ઓક્ટોબરના વર્ષ 2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એક ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી અમદાવાદ મોકલી દેવાઈ હતી. નારાયણ સાઈની 6ઠી ડિસેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સતત 58 દિવસ સુધી નારાયણ સાઈ અને પોલીસ વચ્ચે ચોર પોલીસનો ખેલ રમાયા બાદ તે પકડાયો હતો. લંપટ નારાયણ સાઈ હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે પાંચ વર્ષથી જેલમાં છે. નારાયણ સાઈ ઉપર લંચ કાંડ સહિત સાક્ષીઓ પર હુમલા અને હત્યા કરવાનો આરોપ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લંપટ નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં આજે કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો, જાણો શું છે સમગ્ર કેસ? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-in-court-may-give-verdict-of-narayan-sai-case/
via Best Gujarati News
0 Comments