રાજ્યમાં અનેક દુષ્કર્મના કેસો બની રહ્યા છે. આરોપીઓને ખુલ્લો રસ્તો મળી રહ્યો હોય તેમ પોલીસના ડર વગર તેઓ દુષ્કર્મ જેવું કૃત્ય આચરી રહ્યા છે. ત્યારે વલસાડમાં ભાઇ બહેનના સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાઇએ બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ઉમરગામના સોળસુંબા ગામમાં સગીર વયનો સગો ભાઈ પોતાની જ બે બહેન સાથે છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચારતો હતો. આખરે બન્ને બહેનોએ આ કૃત્ય બદલ ભાઈ અને માતા સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવાર રહે છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો છે તે ગુજરાતમાં 17 વર્ષથી રહે છે. તેમને બે દિકરીઓ અને એક 15 વર્ષીય પુત્ર છે. આ પરિવારમાં એક દિકરીના લગ્ન 1 વર્ષ પહેલા થઇ ગયા હતા.

બન્ને બહેનોનો એકને એક ભાઇ સોશિયલ મીડિયામાં આવતા મેસેજો અને વીડિયો જોઇને તેના અંદરનો કામનાનો કીડો સળવળ્યો હતો, અને તેને પોતાનો શિકાર સગી બે બહેનોને બનાવ્યો હતો. તે અવારનવાર ઘરમાં એકલતનો લાભ લઇને સગી બહેનો સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હતો.

મોટી બહેન પિયરમાં પ્રસૂતિ માટે આવતા નાની બહેને તેને તમામ વિગતો જણાવી હતી. નાની બહેનની વાતો સાંભળીને મોટી બહેન ચોંકી ઊઠી હતી કે આ વિકૃત ભાઈ નાની બહેનનો પણ ગેરલાભ ઉઠાવી રહ્યો છે.

આખરે બંને દીકરીઓએ માતાને જણાવતાં માતાએ ‘ભાઈ તમારી સાથે મસ્તી નહીં કરે તો કોની સાથે કરશે? આ વાત કોઈને જણાવતા નહીં’ માતા પણ ઠપકો આપવાની જગ્યાએ વાત ટાળી દેતી હતી. આખરે કંટાળીને બન્ને બહેનોએ ભાઇ અને માતા સામે ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વલસાડમાં ભાઇએ રાખડીનો સંબંધ લજવ્યો, એકલતનો લાભ લઇ બે સગી બહેનો પર આચર્યું દુષ્કર્મ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/valsad-in-15-year-old-brother-was-molesting-two-of-his-sisters/
via Best Gujarati News

0 Comments