રોજના 30 રૂપિયાની બચત કરી તમે મોટી રકમ ભેગી કરી શકો છો. આ માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવું પડશે. જોબ કરતા વ્યક્તિના મનમાં હંમેશા આ પ્રશ્ન ઊભો થાય છે કે એવા કયા રોકાણના વિકલ્પો છે જેમાં નાની રકમનું રોકાણ કરી નિયત સમયે તે મોટા ભંડોળમાં રૂપાંતરિથઇ શકે છે. જો તમે તમારી બધી ભાવિ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવા માંગો છો, તો અમે તમને જણાવીશું કે તમારા રૂપિયાનું ક્યાં રોકાણ કરવું છે જેથી તમારા સપના પૂર્ણ થઈ શકે.

આવી રીતે ભેગું કરો 6 લાખનું ફંડ- જો તમે રોજ 30 રૂપિયાની બચત કરો છો તો તે મહિનાના 900 રૂપિયા થશે. તમારે દર મહિને 900 રૂપિયા સારી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં SIP દ્વારા રોકવા પડશે. આ રોકાણ તમારે 15 વર્ષ સુધી કરવું પડશે. માર્કેટમાં એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ છે, જેણે 15 વર્ષમાં 15 ટકા વાર્ષિક દરે રિટર્ન આપ્યું છે. જો આટલું જ રિટર્ન મળતું રહે તો 15 વર્ષ બાદ તમારી પાસે 6 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે.

કયા કરવું પડશે રોકાણ?
બજારમાં ઉપલબ્ધ તમામ રોકાણ વિકલ્પોમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડો તમારા રોકાણમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર ગણવામાં આવે છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલ રોકાણ ચોક્કસપણે જોખમને આધિન છે, પરંતુ તે રોકાણના પરંપરાગત વિકલ્પોની તુલનામાં લાંબા ગાળામાં શ્રેષ્ઠ વળતર આપે છે. આવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડ એવા લોકો માટે ખૂબ જ સારો વિકલ્પ છે જેઓ જોખમો લેવા માગે છે અને ઓછા સમયમાં ઓછા રોકાણમાં તેમના રોકાણોને રૂપાંતરિત કરે છે. મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એસઆઇપી છે.

કેટલો લાભ થશે- જો તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 15 વર્ષ માટે રોકાણ કરો છો તો તમારું કુલ રોકાણ 1,62,000 રૂપિયા થશે. ત્યાં જ તમારી એસઆઇપીની કુલ વેલ્યુ 6,01,656 રૂપિયા હશે. એટલે કે તમને 4,39,656 રૂપિયાનો લાભ થશે.

આ ફંડે આપ્યું 15 ટકા રિટર્ન – મ્યુચ્યુઅલ ફંડ રિટર્નની વાત કરીએ તો કેટલીક સારી સ્કીમ્સે 15 વર્ષમાં 15 ટકા રિટર્ન આપ્યું છે. આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી ફંડમાં 15 વર્ષમાં 15.20 ટકા, ડીએસપી ઇક્વિટી ઓપર્ચ્યુનિટી ફંડમાં 14.67 ટકા, ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઇમા ફંડ ડાયરેક્ટ પ્લાનમાં 16.52 ટકા, HDFC ટોપ 100 ફંડમાં 15.17 ટકાનું રિટર્ન મળ્યું છે.

કેવી રીતે મેળવશો મોટું ફંડ?
હંમેશા ધ્યાનમાં રાખો કે જો તમે તમારા રોકાણને મોટા ભંડોળમાં રૂપાંતરિત કરવા માંગો છો, તો તમારે લાંબા સમય સુધી રોકાણ કરવું જોઈએ. પગારમાં વધારો થતાની સાથે તમારે તમારું રોકાણ વધારવાનું ચાલુ રાખવું જોઈએ. તે માટે સારું એ રહેશે કે તમે આ માટે પ્રથમ લક્ષ્ય સેટ કરો અને તે મુજબ રોકાણ શરૂ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રોજના માત્ર 30 રૂપિયા રોકાણ કરી મેળવો 6 લાખ રૂપિયા જેવી માતબાર રકમ, જાણો કઇ રીતે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/mutual-fund-investment-best-sip-to-invest/
via Best Gujarati News

0 Comments