શેરબજારમાં નજીવો વધારો, સેન્સેક્સ 77 પોઇન્ટ વધ્યું અને નિફ્ટી 11,600 પર ટ્રેડ
આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો વધારો જોવા મળ્યો છે. જેમાં શેરબજારમાં સેન્સેક્સ +77.78 અંક એટલે કે 0.20% ટકા વધીને 38,642.66 પર અને નિફ્ટી +24.70 અંક એટલે કે 0.21% ટકા વધીને 11,600.65 પર માર્કેટ ટ્રેડ થઇ રહ્યું છે.
ગઇકાલે દિવસના અંતે શેરબજાર બંધ થતા માર્કેટમાં નિરાશા વ્યાપી ગઇ હતી. કારણ કે શેરબજારમાં સેન્સેક્સ −80.30 અંક એટલે કે 0.21% ટકા ધટીને 38,564.88 પર અને નિફ્ટી −18.50 અંક એટલે કે 0.16% ટકા ધટીને 11,575.95 પર માર્કેટ બંધ થયું હતુ.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ +135.67 અંક એટલે કે 0.35% ટકા વધીને 38,780.85 પર અને નિફ્ટી +35.45 અંક એટલે કે 0.31% ટકા 11,629.90 પર શેરબજાર ટ્રેડ થઇ રહ્યું હતુ.
ઉલ્લેખનિય છે કે અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી મેથી તેલ આયાત કરવામાં કોઈ છૂટ ન આપવાના સમાચારથી ડોમેસ્ટિક શેરબજારમાં અસર થઇ છે. આ સમાચારથી ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો થયો અને વિદેશી રોકાણ પ્રભાવિત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શેરબજારમાં નજીવો વધારો, સેન્સેક્સ 77 પોઇન્ટ વધ્યું અને નિફ્ટી 11,600 પર ટ્રેડ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-38642-66-nifty-11600-65/
via Best Gujarati News
0 Comments