તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસને નડ્યો અકસ્માત, 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા
બિહારના છપરામાં રેલ અકસ્માત સર્જાયો છે. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં 4 યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. રેલવે દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Four injured after more than 10 coaches of Tapti-Ganga express train derail near Gautam Asthan,Chhapra in Bihar pic.twitter.com/UuTDn8vD32
— ANI (@ANI) March 31, 2019
મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નીકળી હતી. 45 મિનિટની સફર પૂર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશન પહોંચી હતી કે જ્યાં ટ્રેનના 13 ડબા પાટા પરથી ઉતરી ગયા છે. રાહતની વાત એ હતી કે આ સમયે ટ્રેન સ્પીડમાં ન હતી. આ દુર્ઘટનામાં ચાર યાત્રી ઘાયલ થયા છે, જેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવનજાવન પર રોક લગાવવામાં આવી છે. અને રેસ્ક્યૂ અભિયાન શરૂ કરાયું છે. આ ટ્રેન 34 કલાક્કે છપરાથી સૂરત પહોંચે છે. 19046 તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ છપરાથી સવારે 9 વાગ્યે ઉપડે છે. જે બલિયા, મઉ, વારાણસી, સતના, જવલપુર, ખંડવા થઈને સૂરત પહોંચે છે. આ એક્સપ્રેસ ટ્રેન લગભગ 34 કલાકે સૂરત પહોંચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસને નડ્યો અકસ્માત, 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/13-coaches-of-tapti-ganga-express-derail-in-bihar/
via Best Gujarati News
0 Comments