કોંગ્રેસ અધ્યક્ષ અમેઠી ઉપરાંત બીજી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. આ સાથે તેઓ દક્ષિણ ભારતના રાજકારણમાં પાર્ટીના મૂળીયા વધારે ઉંડા ઉતારવાનો પણ પ્રયાસ કરશે. કોંગ્રેસના સીનિયર નેતા એ કે એન્ટનીએ આ બાબતની જાહેરાત કરી હતી.

એન્ટની એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી માંગણી ઉઠી રહી હતી કે, રાહુલ ગાંધીએ અમેઠીની સાથોસાથ દક્ષિણ ભારતમાંથી કોઈ એક બેઠક પરથી પણ ચૂંટણી લડવી જોઈએ. કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાંથી આ પ્રકારની માંગણીઓ ઉઠી રહી હતી. માટે આ વખતે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.

એન્ટનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત કરી હતી અને તેમને માહિતગાર કરતા કહ્યું હતું કે, રાજ્યના લોકો તરફથી ઉઠી રહેલી માંગણીઓને ઠુકરાવવી તે યોગ્ય બાબત નથી. માટે રાહુલ ગાંધી અમેઠીની સાથોસાથ વધુ એક બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અનેક કારણોસર કેરળની વાયનાડની પસંદગી કરવામાં આવી છે. કેરળની વાયનાડ બેઠક સાંસ્કૃતિક અને ભૌગોલીક રૂપે ઘણી મહત્વની છે. આ બેઠક કેરળ, તમિળનાડુ અને કર્ણાટકને જોડે છે. માટે રાહુલ ગાંધી જો વાયનાડથી ચૂંટણી લડે તો આ દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ ગણાશે.

અમેઠી રહેશે કર્મભૂમિ

આ મામલે પાર્ટીના નેતા અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અગાઉ પણ અનેકવાર કહી ચુક્યા છે કે, અમેઠી તેમની કર્મભૂમિ રહેશે. રાહુલ ગાંધી માટે અમેઠી માત્ર એક ચૂંટણી ક્ષેત્ર નથી, પણ એક પરિવારની માફક છે.

સુરજેવાલાએ કહ્યું હતું કે, મોદી સરકારના કાર્યકાળમાં દક્ષિણ ભારત સાથે સતત અન્યાય થતો આવ્યો છે. તેવામાં ઉત્તર ભારત અને દક્ષિન ભારતને સાંસ્કૃતિક રીતે જોડી રાખવું ખુબ જ મહત્વપૂર્ણ હતું. માટે જ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડી ત્રણ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત પણ આ બેઠક પરથી લડશે ચૂંટણી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/congress-announces-that-rahul-gandhi-to-contest-from-kerala/
via Best Gujarati News

0 Comments