ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી TRAIએ લાખો વપરાશકર્તાઓને લાભ આપવા માટે ત્રણ મોટી જાહેરાત કરી છે. તેમાં કેબલ ટીવી અથવા ડીટીએચ ઓપરેટર પોર્ટેબિલીટીથી લઇ 4જી સ્પેક્ટ્રમ ફાળવણી અને પોસ્ટપેઇડ વપરાશકર્તાઓ માટે ઇલેક્ટ્રોનિક બિલની જોગવાઈનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, ટ્રાઇના ચેરમેન આર.એસ.શર્માએ કેબલ ટીવી અને ડીટીએસ ઓપરેટરો ઉપરાંત મોબાઇલ વપરાશકર્તાઓને સુવિધા આપવા માટે આની જાહેરાત કરી છે. ચાલો જાણીએ આ જાહેરાતો વિશે.

મોબાઇલની જેમ જ સેટટોપ બોક્સ પોર્ટેબિલીટી:

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અહેવાલ મુજબ માનીએ તો મોબાઇલ વપરાશકર્તાઓની જેમ કેબલ ટીવી અથવા ડીટીએચ સબ્સ્ક્રાઇબર પણ સેટટોપ બોક્સમાં ફેરફાર કર્યા વગર પણ તેમના સર્વિસ પ્રોવાઇડર્સને બદલી શકે છે. ટૂંક સમયમાં આ પ્રકારની સુવિધા ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં છે.

બીએસએનએલ-એમટીએનએલ માટે 4જી સ્પેક્ટ્રમની ફાળવણી:

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ આર.એસ.શર્માના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) ના વપરાશકર્તાઓને 4જી સર્વિસનો બેનિફિટ મળશે.

ઇલેક્ટ્રોનિક બિલની સુવિધા:

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે ટેલિકોમ ઓપરેટરોને તેમના ગ્રાહકોની તરફેણમાં મંજૂર કર્યા પછી તેમને ઇલેક્ટ્રોનિક બિલ આપવામાં આવશે. જો કે, પોસ્ટપેઇડ યુઝર્સ માટે બિલની અસ્થાયી સમીક્ષા પછી, ટ્રાઇએ જણાવ્યું હતું કે હાલના ફોર્મ મુજબ ગ્રાહકોને બિલ મફત આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post TRAIના આ ત્રણ મોટા નિર્ણયથી કરોડો વપરાશકર્તાઓને મળશે ફાયદો appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/trai-new-announcements-will-benefits-million-users-across-country/
via Best Gujarati News

0 Comments