ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓ હવે ગ્રાહકોને વધુમાં વધુ ફાયદો થાય તે તરફ પ્રયત્નો કરી રહી છે. જેમાં નવી કાર લેવાથી તેના મેન્ટેનન્સ સુધી કંપની તકેદારી રાખે છે. હવે તો કાર લેવા માટે કંપનીઓ તેમની ઓફિસિયલ સાઇટ પર પણ ઓફર્સ આપે છે. જેમાં કાર લોન્ચિંગ સમયે એડવાન્સ્ડમાં કાર બુક કરાવવા પર કંપનીઓ કારની કિંમત પર ડિસ્કાઉન્ટ પણ આપે છે. તેમજ હવે કંપનીઓ સ્પેર પાર્ટસ ગ્રાહકોને ઓરિજનલ મડી રહે તે માટે પણ સક્રીય થઇ છે. જેથી તાજેતરમાં મહિંદ્વા એન્ડ મહિંદ્વાએ ગ્રાહકો માટે ઓનલાઇન સ્ટોરની શરૂઆત કરી છે.

ઓરિજનલ ઓટો સ્પેર પાર્ટ્સને ખરીદવામાં થનાર સમસ્યાને જોતાં દેશની ટોચની ઓટો કંપની મહિંદ્વા એન્ડ મહિંદ્વાના સ્પેર બિઝનેસે કહ્યું કે મહિંદ્વાની ગાડીઓના ઓરિજનલ સ્પેર પાર્ટ્સ હવે ઓનલાઇન ઉપલબ્ધ થશે અને તેને મહિંદ્વા ગ્રુપના સત્તાવાર ઇ-સ્ટોર M2ALL.com પર ખરીદી શકાશે. દેશના 20થી વધુ શહેરોમાં ગ્રાહક આ વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન ઓરિજનલ સ્પેર પાર્ટ્સ ખરીદી શકે છે. આ સર્વિસ હેઠળ ગ્રાહકોને તેમના ઘર સુધી સ્પેર સ્પાર્ટ્સ પહોંચાડવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે ગ્રાહક કીવર્ડ અને પાર્ટ્સ નંબરની મદદથી સ્પેર પાર્ટ્સને સર્ચ કરી શકે છે અને સર્ચને સરળ બનાવવા માટે ફિલ્ટરનો ઉપયોગ પણ કરી શકાય છે. પોર્ટલ પર પાર્ટનો ફોટો અને તેની વિશેષતાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવશે.

ઓરિજનલ સ્પેર પાર્ટ્સ આપવાની સાથે જ મહિંદ્વા પોતાના ગ્રાહકોને 24X7 બેક એન્ડ સપોર્ટ આપશે અને ગ્રાહકો કોઇપણ જાણકારી ચેટ, ફોન કોલ અને ઇમેલ દ્વારા મળી શકે છે. કંપનીનું કહેવું છે કે ગ્રાહકો મોટાભાગે બજારમાંથી નકલી પાર્ટ્સ વેચાતા હોવાની ફરિયાદ કરે છે. એટલા માટે આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. એટલા માટે આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ પર ખાનગી અને કોમર્શિયલ બંને પ્રકારની ગાડીઓના સ્પેર પાર્ટ્સ ઉપલબ્ધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post આ કંપનીના ઓરિજનલ સ્પેરપાર્ટસ મળશે ઓનલાઇન, ગ્રાહકોને થશે સીધો ફાયદો appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/mahindra-genuine-spares-now-available-in-online/
via Best Gujarati News

0 Comments