ફેસબુર પર ‘ઔકાત’થી બહારની ફોટો ન કરો શેર, પડી શકે છે ઇન્કમ ટેક્સની રેડ
જો તમે પણ ફેસબુક પર પોતાના પ્રવાસ અથવા પાર્ટીના ફોટો શેર કરો છો તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નજર તમારા પર પડી શકે છે. જી હાં, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી હવે એવા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી તમારું ટેક્સ ચોરી કરવું અશક્ય નહીં પણ મુશ્કેલ જરૂર થઇ જશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરી પર રોક મુકવા માટે 1 એપ્રિલથી બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરવા જઇ રહ્યું છે.
1 હજાર કરોડનો પ્રોગ્રામ શરૂ થશે
લોકોના સોશિયલ નેટવર્કિંગ પ્રોફાઇલ્સની દેખરેખ કાર્યક્રમ ‘પ્રોજેક્ટ ઇનસાઇટ’ દ્વારા કરવામાં આવશે, જે રૂ. 1000 કરોડનો કાર્યક્રમ છે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા ફોટા અને વીડિયો દ્વારા ખર્ચની પદ્ધતિઓનું સંશોધન કરવામાં આવશે. કોઈ વ્યક્તિ દ્વારા જાહેર કરેલી આવકની તુલનામાં ખરીદી અને મુસાફરી ખર્ચમાં તફાવત હોય તો, આવકવેરા સત્તાવાળાઓને આ વિશે જાણ કરવામાં આવશે, જેના પછી તે વ્યક્તિ પર કાયદાકીય પગલા ભરવામાં આવશે.
15 માર્ચથી મળ્યું સોફ્ટવેરનું એક્સેસ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવકવેરા વિભાગએ 15 માર્ચથી આવકવેરા અધિકારીઓને સોફ્ટવેરનું એક્સેસ આપી દિધુ છે. આ બાબતે પરિચિત સૂત્રોએ જણાવ્યું હતું કે, જો તમે વિદેશમાં મુસાફરી કરો છો અને સોશિયલ મીડિયા પર ફોટાઓ પોસ્ટ કરો છો અથવા મોંઘી કાર ખરીદવી છે, જે વળતર દાખલ કરવામાં આવકમાંથી બહાર છે, તો આવકવેરા ડિપાર્ટમેન્ટ તેનું વિશ્લેષણ કરવા અને તમારી આવક અને ખર્ચની વિસંગતતાની તપાસ કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ફેસબુર પર ‘ઔકાત’થી બહારની ફોટો ન કરો શેર, પડી શકે છે ઇન્કમ ટેક્સની રેડ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/uploading-photos-on-social-media-can-help-income-tax-department-to-raid/
via Best Gujarati News
0 Comments