ફેસબુક તેની મહત્વની સેવા કરશે બંધ, કંપની પ્રતિબંધ લાદવાની તૈયારીમાં
સોશિયલ મીડિયા કંપની ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગે જણાવ્યું છે કે કંપની તેના સોશિયલ મીડિયા નેટવર્ક પર કોણ લાઇવ કરી શકશે તેના કેટલાક માપદંડોને પ્રતિબંધિત કરવા જઈ રહી છે. જોકે લાઇવ કરી શકાય તેવા પણ કેટલાક માપદંડો નક્કી થશે. ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતે થયેલા હુમલા પછી કંપની આ પગલું લેવા વિચારી રહી છે. સેન્ડબર્ગે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ફેસબુક લાઇવ ઘટનાનું કંપની નિયમન કરશે. કોમ્યુનિટી ગાઇડલાઇન્સ જેવા માપદંડો પર તે નિયમન આધારિત રહેશે. ઉલ્લેખનીય છે કે 15 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં એક બંધૂકધારીએ બે મસ્જિદ પર હુમલો કરીને લગભગ 50 લોકોને ઠાર માર્યા હતા.
સેન્ડબર્ગે બ્લોગમાં કહ્યું છે કે ફેસબુકે અલગ અલગ 900 જેટલા વીડિયોની ઓળખ કરી છે. તે તમામ વીડિયોમાં 17 મિનિટ સુધી ચાલેલા નરસંહારના કેટલાક ભાગ જોવા મળે છે. ફેસબુકે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં નફરતભરી લાગણીથી ભરેલા સમૂહોની ઓળખ કરવા અને તેમને દૂર કરવા માટે વર્તમાન આર્િટફિશિયલ ટૂલનો ઉપયોગ થયો છે.
ફેસબુક તે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની છે અને હાલમાં તે 2.7 અબજ યૂઝર્સ ધરાવે છે. કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ પછી કંપની વારંવાર વિવાદમાં ફસાતી આવી છે. કંપની વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા બે પ્લેટફોર્મની પણ માલિકી ધરાવે છે.
15 લાખ વીડિયો દૂર કર્યા
સોશિયલ મીડિયા નેટર્વિંકગ દિગ્ગજ કંપની ફેસબુકે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે કંપનીએ ક્રાઇસ્ટચર્ચ હુમલાની ઘટનાના 24 જ કલાકમાં વિશ્વભરમાંથી મૂકવામાં આવેલા હુમલાના ફૂટેજ ધરાવતા 15 લાખ જેટલા વીડિયો નેટવર્ક પરથી દૂર કર્યા છે. ફ્રાન્સના કેટલાક મુસ્લિમ સંગઠનો પૈકીના એક સંગઠને જણાવ્યું હતું કે તે ફેસબુક અને યૂ ટયૂબ પર કેસ દાખલ કરશે. તે સંગઠન આક્ષેપ કરી રહ્યું છે કે બંને વીડિયો સ્ટ્રીમિંગની મદદથી હિંસા ફેલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post ફેસબુક તેની મહત્વની સેવા કરશે બંધ, કંપની પ્રતિબંધ લાદવાની તૈયારીમાં appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/facebook-to-consider-live-video-restrictions-after-new-zealand-attacks/
via Best Gujarati News
0 Comments