જો તમારી પાસે પાનકાર્ડ નથી તો, આ સરળ રીત દ્વારા કરો અરજી
જો તમે ઇનકમ ટેક્સ ચૂકવણી દાયરામાં આવો છો તો તમારા માટે પાન કાર્ડ ખૂબ જરૂરી છે. પાન કાર્ડ માટે તમારે 49એ ફોર્મ ડાઉનલોડ કરવાનું હોય છે. તેને તમે ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.
જોકે આ ફોર્મ ઇનકમ ટેક્સ પાન સેવા કેંદ્વ પરથી પણ ઉપલબ્ધ થાય છે. અરજી બાદ તમને એક નંબર આપવામાં આવે છે. તેના દ્વારા તમે એ જાણી શકો છો કે તમારા પાન કાર્ડનું સ્ટેટસ શું છે. કહેવાનો અર્થ એ છે કે તમે તેના દ્વારા એ જાણી શકો છો કે તમારું પાન કાર્ડ બનવાની કયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે અને તમને આ કેટલા દિવસમાં મળી જશે, આ તમામ જાણકારી મળી શકે છે. પાન કાર્ડ બનાવવામાં 150 થી 200 રૂપિયાનો ખર્ચ થાય છે.
બે પાનકાર્ડ આવી જાય તો કેવી કરશો પરત
જો કોઇ વ્યક્તિને એકથી વધુ પાન ફાળવવામાં આવે તો તેને ફક્ત એક પાનકાર્ડ જ રાખવું જોઇએ જેથી વધારાના પાનને Help Desk, ટેક્સ ઓફિસર અથવા ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઇટ www.incometaxindia.gov.in અથવા ઇનકમ ટેક્સ સંપર્ક કેંદ્વ (0124-2438000) પર જઇને પરત આપવું જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post જો તમારી પાસે પાનકાર્ડ નથી તો, આ સરળ રીત દ્વારા કરો અરજી appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/if-you-do-not-have-a-pancard-please-do-this-by-simple-way-of-applying/
via Best Gujarati News
0 Comments