IPL 2019: શિખર ધવન બૉલર્સ માટે બનશે ખતરો, સૌરવ ગાંગુલીએ આપ્યો આ ગુરૂમંત્ર
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઇઝી દિલ્હી કેપિટલ્સનાં ઑપનિંગ બેટ્સમેન શિખર ધવને શુક્રવારનાં રોજ અહીં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ટીમનાં મુખ્ય કૉચ રિકી પૉન્ટિંગ પાસેથી કેટલીક મહત્વની ટિપ્સ લીધી અને તેણે ટીમનાં સલાહકાર સૌરવ ગાંગુલીથી લાંબી વાતચીત કરી હતી. શનિવારનાં રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થનારી મેચમાં ધવનની ભૂમિકા મહત્વની હશે.
ગાંગુલીએ કહ્યું કે, “આ સામાન્ય વાતચીત હતી અને મે ધવનને પોતાની સ્વાભાવિક રમત રમવાનું કહ્યું છે, ના કે વધારે પ્રયોગ કરવાનું. છેલ્લી કેટલીક મેચોમાં તે સંઘર્ષની સ્થિતિમાં નહોતો. તે ફક્ત અલગ રીતથી રમી રહ્યો હતો અને કોલકાતા સામે અલગ રીતે રમશે. મે નેટ અભ્યાસ પછી તેની સાથે વાતચીત કરી અને તેને ફક્ત એક સામાન્ય ટી-20 મેચની જીમ રમવા કહ્યું છે અને આક્રમક રમત રમવા જણાવ્યું છે.”
કોલકાતાનો ઑલરાઉન્ડર આંદ્રે રસેલ શાનદાર ફૉર્મમાં છે અને તે દિલ્હી માટે ખતરો સાબિત થઇ શકે છે. ગાંગુલીએ રસેલને લઇને કહ્યું કે, “નિશ્ચિત રીતે તે શાનદાર ફૉર્મમાં છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે અને અમારા કોઇ એક બૉલરની પણ તેની સામે સારી મેચ હોઇ શકે છે. આ માટે જુઓ શું થાય છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL 2019: શિખર ધવન બૉલર્સ માટે બનશે ખતરો, સૌરવ ગાંગુલીએ આપ્યો આ ગુરૂમંત્ર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/saurav-ganguly-gave-some-tips-to-shikhar-dhawan-for-further-ipl-matches/
via Best Gujarati News
0 Comments