યુવરાજે ચહલની ઑવરમાં ફટકાર્યા હતા 3 છગ્ગા, હવે સ્ટુઅર્ટ બ્રૉડે આપી દીધી મોટી ચેલેન્જ
મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈનો ‘સિક્સર કિંગ’ યુવરાજ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે આરસીબીનાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલની એક ઑવરમાં ઉપરા-ઉપરી ત્રણ છગ્ગા ફટકાર્યા. છેલ્લા કેટલાક સમયથી ફ્લૉપ રહેલા યુવરાજ સિંહે એક પછી એક ત્રણ છગ્ગા મારતા ક્રિકેટપ્રેમીઓમાં 6 છગ્ગાઓની યાદ આવી ગઇ. યુવી સ્ટુઅર્ટ બ્રૉડની જેમ ચહલને પણ 6 છગ્ગા મારવા ઇચ્છતો હતો, પરંતુ ચોથા બૉલે તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. યુવીનાં આ પ્રહાર વિશે જ્યારે ચહલને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, “મને ત્રણ છગ્ગા પછી સ્ટુઅર્ટ બ્રૉડ જેવું અનુભવાઇ રહ્યું હતુ.”
Stuart Broad issues a Test challenge to Yuzi Chahal with both having borne the brunt of Yuvraj's sixes pic.twitter.com/aehV5nxi0T
— ESPNcricinfo (@ESPNcricinfo) March 29, 2019
ચહલે કહ્યું કે, “હું તમને સાચે સાચુ કહું છું, જ્યારે યુવીએ મને 3 છગ્ગા માર્યા તો હું સ્ટુઅર્ટ બ્રૉડ જેવું અનુભવી રહ્યો હતો.” ચહલનાં આ જવાબ બાદ સ્ટુઅર્ટ બ્રૉડે લખ્યું કે, ‘આશા રાખું છું કે દશ વર્ષ પછી તુ ટેસ્ટ ક્રિકેટમાં 437 વિકેટ લઇને મારા જેવું ફીલ કરે.” જણાવી દઇએ કે ગુરૂવારનાં રમાયેલી મેચમાં યુવીએ યુઝવેન્દ્ર ચહલની પહેલી 3 બૉલમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. યુવીએ ચહલનાં પહેલા બૉલને ડીપ સ્કવૈયર તરફ ફટકાર્યો હતો અને તે બાઉન્ડ્રી બાર સિક્સર ગઇ હતી. તો બીજી સિક્સર ચહલનાં માથા પરથી સ્ટ્રેઇટમાં મારી હતી, જ્યારે ત્રીજો છગ્ગો સૌથી લાંબો હતો અને લૉન્ગ ઑન તરફ માર્યો હતો.
આ દરમિયાન યુવરાજને જોઇને લાગી રહ્યું હતુ કે તે ફરી 6 છગ્ગાઓનું પુનરાવર્તન કરશે, પરંતુ જ્યારે તેણે ચોથા બૉલને પણ સિક્સર મારવાનો પ્રયત્ન કર્યો તો બાઉન્ડ્રી પર મોહમ્મદ સિરાજે કેચ પકડ્યો હતો અને યુવરાજે આઉટ થવું પડ્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post યુવરાજે ચહલની ઑવરમાં ફટકાર્યા હતા 3 છગ્ગા, હવે સ્ટુઅર્ટ બ્રૉડે આપી દીધી મોટી ચેલેન્જ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/stuart-broad-give-challenge-to-chahal/
via Best Gujarati News
0 Comments