SRH vs RR: જ્યારે એક પિઝ્ઝા બૉયે રોકાવી દીધી મેચ, મેદાન પર ચોંકી ગયા ખેલાડીઓ
શુક્રવારનાં રોજ રાજસ્થાન અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં એક રસપ્રદ કિસ્સો જોવા મળ્યો. હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રૉયલ્સની ઇનિંગની 12મી ઑવરમાં રમત રોકવામાં આવી હતી. મેચ દરમિયાન દર્શકોની વચ્ચે ગેલેરીમાં પિઝ્ઝા બૉયની ભૂલનાં કારણે વિક્ષેપ પડ્યો. જો કે થોડીક ક્ષણોમાં મેચે પોતાની ગતિ પકડી લીધી. મેચમાં ટૉસ જીતીને રાજસ્થાનની ટીમ બેટિંગ કરી રહી હતી.
હૈદરાબાદનો બૉલર વિજય શંકર 12મી ઑવર ફેંકી રહ્યો હતો. તે એ ઑવરનો અંતિમ બૉલ ફેંકી રહ્યો હતો ત્યારે બેટિંગ માટે તૈયાર થઇ રહેલા સંજૂ સેમસને ઇશારો કર્યો કે તેને કંઇક મુશ્કેલી થઇ રહી છે. વિજય શંકર રોકાઇ ગયો, ત્યારબાદ સ્ક્રીન પર જોવા મળ્યું કે પિઝ્ઝા બૉયનાં કારણે સેમસનની એકાગ્રતા ભંગ થઇ હતી. આ દરમિયાન સેમસન પોતાની અડધી સદીથી ફક્ત 6 રન દૂર હતો. સેમસન તે ઑવરનો અંતિમ બૉલ રમવાનો જ હતો કે તેણે બૉલરની ઠીક પાછળથી પિઝ્ઝા બૉયને પસાર થતો જોયો, જેને જોઇએ તેનું ધ્યાન ભટ્યું. સેમસનનો ઇશારો જોઇને પૉપિંગ ક્રીઝ પર પહોંચેલો વિજય શંકર રોકાઇ ગયો.
આખરે વિજય શંકર ફરી બૉલિંગ માર્ક્સ પર પહોંચ્યો અને તે ઑવરનાં છઠ્ઠા બૉલ પર સ્પષ્ટ જોવા મળ્યું કે સેમસનની લય તુટી ગઇ છે. જો કે ત્યારબાદ રાશિદ ખાનની ઑવરમાં તેણે પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ મેચમાં સંજૂ સેમસને અણનમ 102 રન ફટકાર્યા હતા. કેપ્ટન આંજિક્ય રહાણે 70 રન બનાવ્યા હતા અને હૈદરાબાદને 198 રન જીતવા આપ્યા હતા. જો કે આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. હૈદરાબાદ તરફથી ડેવિડ વૉર્નર 69, જૉની બેયરસ્ટો 45 અને વિજય શંકરે 35 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post SRH vs RR: જ્યારે એક પિઝ્ઝા બૉયે રોકાવી દીધી મેચ, મેદાન પર ચોંકી ગયા ખેલાડીઓ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/when-srhvsrr-match-stopped-because-of-a-pizza-boy/
via Best Gujarati News
0 Comments