IPL KXIP vs MI: ક્રિસ ગેલ 40 રન ફટકારી આઉટ, પંજાબને 57 રને પહેલો ઝટકો
પંજાબ: 62/0
ઑવર: 8.2
કેએલ રાહુલ: 16
મયંક અગ્રવાલ : 05
આઇપીએલમાં આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. મોહાલીમાં આ મેચ રમાઇ રહી છે. પંજાબે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં માંકડિંગ વિવાદમા સપડાયેલી પંજાબની ટીમનો બીજી મેચમાં કોલકાતા સામે 28 રનથી પરાજય થયો હતો. બંને ટીમોએ એક-એક મેચ જીતી છે અને એક-એક મેચમાં હારનો સામનો કર્યો છે.
પંજાબ
- ક્રિસ ગેલે મેકલેંઘનની ઑવરમાં બેક ટુ બેક સિક્સ ફટકારીને આઇપીએલમાં પોતાની 300 સિક્સર પૂર્ણ કરી
- ક્રિસ ગેલ 24 બૉલમાં 40 રન ફટકારીને આઉટ કૃણાલ પંડ્યાનાં હાથે આઉટ થયો. આ ઇનિંગમાં તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા
મુંબઈ
176/7
ઑવર: 20
- રોહિત શર્મા અને ડિ કૉક રમતમાં છે. રોહિત શર્મા 19 અને ડી કૉક 17 રને રમી રહ્યા છે.
- વિલ્જોએનની બૉલિંગમાં કેપ્ટન રોહિત શર્મા 32 રન LBW આઉટ. રોહિત શર્માએ પોતાની આ ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા
- મુરુગન અશ્વિને સૂર્યકુમાર યાદવને 11 રને આઉટ કરીને પંજાબને બીજી સફળતા અપાવી
- મોહમ્મદ શમીએ ડિ કૉકને 60 રને આઉટ કરીને પંજાબને મોટી સફળતા અપાવી
- મુરુગન અશ્વિને યુવરાજ સિંહને 18 રને આઉટ કર્યો. યુવરાજે 22 બૉલનો સામનો કરીને 18 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા સામેલ છે.
- એન્ડ્રુ ટાઈએ કિરોન પૉલાર્ડને 7 રને આઉટ કરીને પંજાબને પાંચમી સફળતા અપાવી.
- વિલ્જોએને કૃણાલ પંડ્યાને 10 રને મુરુગન અશ્વિનનાં હાથે કેચ આઉટ કરાવ્યો
- મોહમ્મદ શમીએ હાર્દિક પંડ્યાને 31 રને આઉટ કર્યો. હાર્દિક પંડ્યાએ 19 બૉલનો સામનો કરીને 31 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે
- પંજાબ તરફથી મુરુગન અશ્વિન, મોહમ્મદ શમીઅને વિલ્જોએને 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે એન્ડ્રુ ટાઈએ એક વિકેટ ઝડપી હતી
રોહિત શર્માની કેપ્ટનશિપવાળી મુંબઈ ટીમે પહેલી મેચ હાર્યા બાદ, બીજી મેચ જીતી છે. તે જીતની રિધમને આગળ વધારવા ઇચ્છશે. બીજી તરફ માંકડિંગ વિવાદમાં પહેલી મેચ જીતનારી પંજાબની ટીમ બીજી મેચમાં હારી હતી. તેની પર જીતવાનો દબાવ છે.
ટોસ જીતીને પંજાબનાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને બૉલિંગ પસંદ કરી છે. પંજાબની ટીમે એક બદલાવ કર્યો છે જેમાં સૌથી મોંઘા ખેલાડી વરૂણ ચક્રવર્તીને બહાર કરીને તેના સ્થાને મુરુગન અશ્વિનને સામેલ કર્યો છે. તો મુંબઈની ટીમે કોઇ જ બદલાવ નથી કર્યો.
ટીમ
મુંબઈ ઇન્ડિયન્સ: ક્વિન્ટન ડી કૉક, રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, પૉલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મેકલેંઘન, મયંક માર્કંડે, બુમરાહ, મલિંગા
કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, ડેવિડ મિલર, મનદીપ સિંહ, હાર્ડસ વિલ્જોન, રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, ટાઇ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL KXIP vs MI: ક્રિસ ગેલ 40 રન ફટકારી આઉટ, પંજાબને 57 રને પહેલો ઝટકો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/live-updates-of-ipl-match-between-kxip-and-mi/
via Best Gujarati News
0 Comments