2 બેટ્સમેન્સની સદી છતા હાર્યું પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયાએ સળંગ 4 વન ડે જીતી ચટાડી ધૂળ
વન ડે મેચમાં કોઇ ટીમ 300થી ઓછા રનનો પીછો કરવા ઉતરે અને તેના 2 બેટ્સમેન સદી ફટકારે છતા પણ તેમની ટીમ હારે તેવું ઘણું ઓછું જોવા મળતુ હોય છે. પાકિસ્તાન સાથે પણ શુક્રવારનાં રોજ કંઇક આવુ થયું હતુ. પાકિસ્તાનનાં 2 બેટ્સમેનોએ સદી ફટકારી હતી તેમ છતા તે ઑસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 278 રનનાં ટાર્ગેટને પાર કરી શક્યું નહીં. આ સાથે પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા સામે સતત ચોથી વન ડે હારી ગયું છે. બંને ટીમો વચ્ચે પાંચમી વન ડે રવિવારનાં રોજ રમાશે.
ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે 3 મેચોની વન ડે સીરીઝ યુએઈમાં રમાઇ રહી છે. ઑસ્ટ્રેલિયાએ શુક્રવારનાં રોજ સીરીઝમાં સતત ચોથી જીત મેળવી. તેણે પહેલી બેટિંગ કરતા 7 વિકેટે 277 રનનો સ્કોર બનાવ્યા. પિચ બેટિંગ માટે સરળ હતી. આવામાં લાગી રહ્યું હતુ કે પાકિસ્તાન આ લક્ષ્ય પાર કરી લેશે. પાકિસ્તાન તરફથી આબિદ અલીએ 112 અને મોહમ્મદ રિઝવાને 102 રન બનાવ્યા હતા. તેમ છતા પાકિસ્તાનની ટીમ લક્ષ્યથી 6 વિકેટ દૂર રહી ગઇ હતી. જ્યારે મેચ પૂર્ણ થઇ ત્યારે બૉર્ડ પર તેનો સ્કૉર 8 વિકેટે 271 રન હતો.
પાકિસ્તાન તરફથી આબિદ અને મોહમ્મદ રિઝવાન ઉપરાંત હૈરિસ સોહેલે 25 રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનનો કોઇપણ બેટ્સમેન ઑસ્ટ્રેલિયા સામે ટકી શક્યો નહીં. ઑસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. માર્ક્સ સ્ટોઇનિસે 2 અને રિચર્ડસન, નાથન લીયૉન તેમજ એડમ ઝમ્પાએ 1-1 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post 2 બેટ્સમેન્સની સદી છતા હાર્યું પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયાએ સળંગ 4 વન ડે જીતી ચટાડી ધૂળ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/australia-defeated-pakistan-in-4th-odi-in-dubai/
via Best Gujarati News
0 Comments