ગૌતમ ગંભીર બાદ એક બીજો ભારતીય ખેલાડી રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે. લોકસભા ચૂંટણીની ઠીક પહેલા સમાચાર છે કે ક્રિકેટનાં ભગવાન અને દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. કેટલાક રીપૉર્ટ્સ પ્રમાણે સચિન શનિવારનાં સવારે એનસીપી (નેશનલ કૉંગ્રેસ પાર્ટી)નાં કદાવર નેતા અને મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ શરદ પવારને મળવા તેમના ઘરે ગયો હતો.

જો કે આ મુલાકાત રાજનીતિને લઇને છે કે વ્યક્તિગત તે વિશે ખુલાસો નથી થયો, પરંતુ ચૂંટણીનું વાતાવરણમાં જ્યારે ફિલ્મી અને રમત-જગતની હસ્તીઓ રાજકીય પાર્ટીઓ સાથે જોડાઇ રહી છે તેવામાં સચિનનું શરદ પવારની પાર્ટી સાથે જોડાવવુ અથવા ચૂંટણી લડવી કોઇ મોટી વાત નહીં હોય. અહીં એ જણાવવું જરૂરી છે કે સચિન તેંડુલકર અને શરદ પવારનો સંબંધ ઘણો જુનો છે. યૂપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા શરદ પવાર 2005થી 2008 સુધી બીસીસીઆઈનાં અને 2010થી 2012 વચ્ચે ક્રિકેટની મોટી સંસ્થા ICCનાં અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

જણાવી દઇએ કે સચિન તેંડુલકર રાજ્યસભામાં સાંસદ રહી ચુક્યા છે. તેમનો કાર્યકાળ 2018માં પૂર્ણ થયો. તત્કાલીન કૉંગ્રેસનાં સમર્થનથી તેઓ રાજ્યસભામાં પહોંચ્યા હતા. જો કે પોતાના 6 વર્ષનાં કાર્યકાળ દરમિયાન તેંડુલકર ઘણી ઓછીવાર રાજ્યસભામાં જોવા મળ્યા અને તેમણે ફક્ત 22 પ્રશ્નો જ પુછ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ક્રિકેટનાં ભગવાન પણ હવે રાજનીતિમાં ઝંપલાવશે? સચિને શરદ પવાર સાથે કરી મુલાકાત appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sachin-tandulkar-met-with-sharad-pawar/
via Best Gujarati News

0 Comments