મુંબઈ ઈન્ડિયન્સ સામે પંજાબ ‘કિગ્સ’, લોકેશ રાહુલ ચમક્યો
મેન ઓફ ધ મેચ બનેલા લોકેશ રાહુલની અણનમ અડધી સદી વડે કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આસાનીથી આઠ વિકેટે વિજય હાંસલ કરી લીધો હતો. મુંબઈના સાત વિકેટે 176 રનના જવાબમાં ટોસી જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબની ટીમે 18.4 ઓવરમાં બે વિકેટના ભોગે 177 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ઓપનર રાહુલ તથા ક્રિસ ગેઇલે ધીમી શરૂઆત કર્યા બાદ આક્રમક બેટિંગ કરીને પ્રથમ વિકેટે 53 રનની ભાગીદારી નોંધાવી હતી. ક્રિસ ગેઇલે 24 બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા ચાર સિક્સર વડે 40 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે આઈપીએલમાં 300 સિક્સરનો માઇલસ્ટોન પણ વટાવ્યો હતો. મયંક અગ્રવાલે રાહુલ સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. તેણે 21 બોલમાં 43 રન બનાવ્યા હતા. રાહુલ 57 બોલમાં છ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે 71 રન બનાવીને અણનમ રહ્યો હતો.
અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ સુકાની રોહિત તથા ડી કોકે સંગીન શરૂઆત કરીને પ્રથમ વિકેટ માટે 51 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે 18 બોલમાં 32 તથા ડી કોકે 39 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિકે 19 બોલમાં 31 રન બનાવ્યા હતા. પંજાબ માટે શમી, વિલજોયેન તથા મુરુગન અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post મુંબઈ ઈન્ડિયન્સ સામે પંજાબ ‘કિગ્સ’, લોકેશ રાહુલ ચમક્યો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kings-xi-punjab-beat-mumbai-indians-by-8-wkts/
via Best Gujarati News
0 Comments