WhatsApp વોઇસ કોલને આ રીતે કરાઇ શકાશે રેકોર્ડ, ફોલો કરો આ સ્ટેપ્સ
સ્માર્ટફોનમાંથી કોલ કરવા માટે, તમારે હવે ફોનમાં બેલેન્સ અથવા અન્ય કોલિંગ રિચાર્જની જરૂર નથી, કારણ કે WhatsAppએ વોઇસ અને વીડિયો કોલિંગ સુવિધા તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી છે. યૂઝર્સ WhatsApp દ્વારા તેમના મિત્રો અને પરિવારના લોકોને વોઇસ અને વીડિયો કોલ કરી શકે છે.
જો કે, આ માટે તમારે ડેટાની જરૂર છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે રીતે વોઇસ કોલને રેકોર્ડ કરી કરી શકો છો. તેમ શું તમે WhatsApp વોઇસ કોલને રેકોર્ડ કરી શકો છો? જોકે, એમ તો આવી કોઈ સુવિધા WhatsAppએ પ્રદાન કરી નથી, પરંતુ કેટલીક એપ્લિકેશન્સ અથવા પદ્ધતિઓ છે જે એન્ડ્રોઇડફોન પર WhatsApp કોલ્સ રેકોર્ડ કરી શકો છો. આ પદ્ધતિઓ ફક્ત પસંદ કરેલ ઉપકરણ પર જ કાર્ય કરે છે.
એન્ડ્રોઇડ પર આ રીતે રેકોર્ડ કરો WhatsApp કોલ:
આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરની મુલાકાત લઈને ક્યુબ કોલ રેકોર્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તેને ઇન્સ્ટોલ કરો અને WhatsApp પર જાઓ. પછી તે વ્યક્તિને કોલ કરો જેનો તમે કોલ રેકોર્ડ કરવા માંગો છો. કોલિંગ દરમિયાન તમારી સ્ક્રીન પર Cube Call વિજેટ દેખાશે. જો આ તમારા ફોનમાં દેખાય છે તો આ એપ્લિકેશન તમારા ફોનમાં કાર્ય કરી રહી છે.
બીજી તરફ, જો તમારી સામે કોઈપણ પ્રકારના એરર શો થાય છે તો એપ્લિકેશનને ફરીથી ખોલો અને એપ્લિકેશન સેટિંગ્સ પર જાઓ અને વોઇસ કોલમાં ફોર્સ વીઓઆઈપી પર ક્લિક કરો. પછી ફરી કોલ કરો. જો આ વિજેટ તમારા ફોનમાં હજુ પણ દેખાતો નથી, તો આ એપ્લિકેશન તમારા ફોનમાં કાર્ય કરશે નહીં. જો શો થાય છે, તો તમે કોલ રેકોર્ડ કરવામાં સમર્થ હશો.
નોંધ: કોઈ અન્ય વ્યક્તિની પરવાનગી વિના કોલ્સ રેકોર્ડ કરવું ગેરકાનૂની છે. આ કિસ્સામાં જો તમે કોલ રેકોર્ડ કરી રહ્યા હોવ તો તે વ્યક્તિને તે વિશે પણ જાણકારી આપવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post WhatsApp વોઇસ કોલને આ રીતે કરાઇ શકાશે રેકોર્ડ, ફોલો કરો આ સ્ટેપ્સ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/how-to-record-calls-on-whatsapp-on-android/
via Best Gujarati News
0 Comments