PM મોદીએ કર્યો દાવો- પરિણામ નક્કી જ, NDAની આટલી સીટો વાળી બની જશે સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રજા એ મોદીને સૌથી વધુ સીટો આપવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામ નક્કી છે, NDAની 300થી વધુ સીટો વાળી સરકાર હશે. એક ટીવી ચેનલ સાથે વાત કરતાં પીએ મોદીએ કહ્યું કે 2019મા ચૂંટણીમાં મારી સામે કોઇનું પણ આવવું શકય નથી. 2024મા મોદીની વિરૂદ્ધ કોઇપણ મેદાનમાં આવી શકે છે.
પીએમ મોદી એ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણી દરમ્યાન વચન આપી નવયુવાનોને લૂંટ્યા છે. નહેરૂજી પણ ગરીબીની વાત કરતા હતા, ઇન્દિરાજી પણ ગરીબીની વાત કરતા હતા, રાજીવ જી પણ ગરીબીની વાત કરતા હતા, સોનિયાજી પણ ગરીબીની વાત કરતા હતા અને હવે તેમની પાંચમી પેઢી પણ ગરીબીની વાત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની વિરૂદ્ધ મહાભિયોગ લાવનાર, મીડિયા પર પ્રતિબંધ મૂકનાર અને ઇમરજન્સી લગાવનાર લોકો કૃપ્યા મને જ્ઞાન ના આપે.
No contest in 2019, NDA will win over 300 seats says PM Modi
Read @ANI Story| https://t.co/DO5CDrqpZm pic.twitter.com/onNoPjePDz
— ANI Digital (@ani_digital) March 29, 2019
પીએમ મોદીએ કહ્યું કે મારા માટે જેટલું દિલ્હીનું મહત્વ છે એટલું જ ચેન્નાઇનું એટલું જ કોચ્ચિનું એટલું જ તિરૂવનંતપુરમનું એટલું જ ભુવનેશ્વર, પૂરી, કટકનું છે અને એટલું જ કોલકત્તાનું છે. હું દિલ્હીને લુટિનથી બહાર લઇ ગયો. દિલ્હી મને સ્વીકારે કે ના સ્વીકારે, હું દિલ્હીને દેશભરમાં લઇ ગયો.
રોજગારના મુદ્દા પર વિપક્ષના આરોપો પર પીએમ મોદીએ કહ્યું કે શું લોકો ઇપીએફ ભરી રહ્યા છે તે જોબ વગરના છે. જે લોકો રસ્તા બનાવાનું કામ કરી રહ્યા છે શું તેમને રોજગારી નથી. બેરોજગારીના મામલામાં અટલ બિહારી વાજપેયી સરકારમાં ખોટો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ આંકડા વગર લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે.
…અને વિખાઇ ગયું વિપક્ષ
પીએમ મોદીએ કહ્યું કે મહાગઠબંધનનું ગણિત ચાલશે નહીં. નામાંકન બાદ વિપક્ષ વધુ વિખેરાશે. પરંતુ મારું માનવું છે કે દેશ સહમતિના આધાર પર ચાલે છે. 2019મા સરકાર બન્યા બાદ અમે વિરોધી પાર્ટીઓને સાથે લઇને ચાલીશું.
ભાગેડુની વિરૂદ્ધ કરી કાર્યવાહી
નીરવ મોદી, વિજય માલ્યાના પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે મેં તમામ ભાગેડુની સંપત્તિ જપ્ત કરી. માલ્યા એ 9000 કરોડ રૂપિયાની ઠગાઇ કરી. સરકારે 14000 કરોડની સંપત્તિ જપ્ત કરી. કોંગ્રેસે ભાગેડુ પર કોઇ કાર્યવાહી કરી નથી. અમને ઠગનાર ધન્નાસેઠોને ફૂટપાથ પર બેસાડી દીધા. ઠગ ધન્નાસેઠ આજે મારા લીધે ભાગી રહ્યા છે. તેઓ ઇંતજાર કરી રહ્યા છેકે કયાર કોંગ્રેસની સરકાર બને અને તેઓ દેશમાં પાછા આવી જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post PM મોદીએ કર્યો દાવો- પરિણામ નક્કી જ, NDAની આટલી સીટો વાળી બની જશે સરકાર appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/no-contest-in-2019-nda-will-win-over-300-seats-says-pm-modi/
via Best Gujarati News
0 Comments