લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ ઓરિસ્સાના કોરાપુટ પહોંચ્યા અને એક જનસભાને સંબોધિત કરી. વિરોધી પક્ષને નિશાન પર લેતા તેમણે કહ્યું કે પાકિસ્તાન એકબાજુ લાશો ગણી રહ્યું છે ત્યાં આ લોકો પુરાવા માંગી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે વોટિંગ કરતાં સમયે યાદ રાખશો કે તમને દુશ્મનને ઘરમાં ઘૂસીને મારનારી સરકાર જોઇએ કે પછી માથું ઝૂકાવીને બેસવાવાળી સરકાર જોઇએ છે.

વડાપ્રધાન મોદી એ કહ્યું કે બે દિવસ પહેલાં ઓરિસ્સા ઐતાહાસિક ઉપબ્ધિનું સાક્ષી બન્યું છે. ભારત હવે અંતરિક્ષમાં ચોકીદાર કરવામાં સક્ષમ છે. આ નવા ભારતની તાકત છે, તના પર આખા દેશને ગર્વ છે. જેમને ભારતની આ ઉપલબ્ધિ નાની લાગે છે તેમને પણ આખો દેશ જોઇ રહ્યો છે. 60 વર્ષ સુધી ગરીબોને છેતરનારા લોકો ગિન્નાયાને સેના , વૈજ્ઞાનિકો અને નૌજવાનોના સામર્થ્ય પર શંકા કરવા લાગ્યા છે.

પીએમ એ લોકોને પ્રશ્ન કર્યો આવા લોકોને શબક શીખવવો જોઇએ કે નહીં? સેનાનું અપમાન કરનારાઓને શબક શીખવવો જોઇએ કે નહીં? શું ખાણ માફિયા અને ચિટફંડ કરનારા લોકો ઓરિસ્સાને સંપન્ન બનાવી શકે છે? આપણી સેના જ્યારે આપણા દુશ્મનને તેના ઘરમાં ઘૂસીને મારે છે તો આ લોકો પુરાવા માંગે છે.

પીએમ મોદીએ કહ્યું કે હું આ વખતે આખા દેશના ભ્રમણ પર દેશના લોકોનો આભાર વ્યક્ત કરવા નીકળ્યો છું. જો આ આશીર્વાદ ના મળ્યા તો હું એ તમામ કામ કેવી રીતે કરી શકત.

કોરાપુટ પહોંચતા જ પીએમ મોદીએ ઑર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપનાર પદ્મ પુરસ્કારથી સમ્માનિત થનાર કમલા પૂજારીની મુલાકાત કરી. તેમણે કહ્યું મા કમલાને પદ્મ પુરસ્કાર મળવા પર કોરાપુટ અને ઓરિસ્સાના આદિવાસી અને જનજાતીય પરિવારોને અનેક અભિનંદન પાઠવું છું. માતા કમલાએ મંચ પર આવીને મને આશીર્વાદ આપ્યા છે. કમલાના આશીર્વાદ જ્યારે કમળને મળ્યા હોય તો કોણે તેને જીતથી રોકી શકે છે.

‘ભારત અંતરિક્ષની ચોકીદારી કરવામાં પણ સક્ષમ છે’
બે દિવસ પહેલાં ઓરિસ્સા ભારતની ઐતિહાસિક ઉપલ્બિધનું સાક્ષી બન્યું છે. ભારત હવે અંતરિક્ષમાં પણ ચોકીદારી કરવામાં સક્ષમ છે. આ નવા ભારતની તાકત છે જેના પર આખા દેશન ગર્વ છે. જેમને ભારતની આ ઉપલબ્ધિ નાની લાગે છે, તેમને પણ આખો દેશ જોઇ રહ્યો છે.

આપને જણાવી દઇએ કે ઓરિસ્સામાં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી થવાની છે. પ્રદેશની નવીન પટનાયક સરકાર પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે ઓરિસ્સામાં મહિલા સુરક્ષા મોટો ચિંતાનો વિષય છે. તમારે ઓરિસ્સાને ભાજપના ડબલ એન્જિનવાળી સરકાર આપવાની છે. જે રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે ત્યાં ભરપૂર વિકાસ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post 1 મહિનો થઇ ગયો પાકિસ્તાન હજુ લાશો ગણી રહ્યું છે, આ અમારી પાસે પુરાવા માંગી રહ્યા છે: PM મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/its-been-a-month-and-pakistan-is-still-counting-bodies-pm-modi-in-koraputodisha/
via Best Gujarati News

0 Comments