લોકસભાની ચૂંટણી 2019ના પહેલા તબક્કામાં વોટિંગ 11મી એપ્રિલથી શરૂ થવાની છે અને પ્રત્યેક રાજનૈતિક પાર્ટીઓ મતદાતાઓને ખુશ કરવાના દરેક જરૂરી કોશિશ કરી રહી છે. રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી 51 દિવસમાં 100થી વધુ રેલીઓ કરવાના છે અને આ રેલીઓમાં પાકિસ્તાન પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકની ઘણી વાતો કરી રહ્યા છે.

આ દરમિયાન BJPએ તેના Twitter હેન્ડલ પર પીએમ મોદીનો એક કોટ ટ્વિટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે,‘જ્યારે અભિનન્દનની ઘટના ઘટી હતી ત્યારે દેશના બધા રાજનૈતિક દળોએ કહેવું જોઈતું હતું કે અમને દેશની સેના પર ગર્વ છે કે તેને F16ને ધવસ્ત કર્યું. પરંતુ તેઓ અભિનંદન ક્યારે આવશે તેની રાહે ચાલવા લાગ્યા: વડાપ્રધાન મોદી.’ બીજેપીનું આ ટ્વિટ ModiSpeaksToBharat હેશટેગ સાથે હતું.

જ્યારે બીજેપીના આ ટ્વિટ પર હવે બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે અભિનેત્રીએ બીજેપીના આ ટ્વિટનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે તેનો ઈશારો પીએમ મોદીની વાત તરફ છે. રિચા ચઢ્ઢાએ ટ્વિટ કરી કહ્યું કે,‘આ કેવી રીતે બની શકે છે કે અમને વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષિત ઘર વાપસીની ચિંતા ન હોય? આખરે કેમ તેમનો ચેહરો રાજનૈતિક બિલબોર્ડસ પર હતો….તેમનો પરિવાર છે….જે કહેવામાં આવ્યું છે તે વાસ્તવિકતાથી ઘણું દૂર છે.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આ નિવેદન પર અન્ય કેટલાક લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post પાયલોટ અભિનંદન માટે PM મોદીએ એવું તો શું કહ્યું કે અભિનેત્રી રિચા ચઢ્ઢાને આવી ગયો ગુસ્સો appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/richa-chadha-react-on-bjp-tweet-about-wing-commander-abhinandan/
via Best Gujarati News

0 Comments