IPL-12માં જોવા મળ્યો સુપર ઓવરનો રોમાન્સ, દિલ્હીએ કેકેઆરને 3 રને રગદોળ્યું
ભારે રસાકસી બાદ દિલ્હી કેપિટલ્સે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં સુપર ઓવરમાં પહોંચ્યા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજય આપ્યો હતો. કોલકાતાના આઠ વિકેટે ૧૮૫ રનના જવાબમાં દિલ્હીની ટીમે પણ છ વિકેટે ૧૮૫ રન બનાવ્યા હતા. પરિણામ લાવવા માટે સુપર ઓવરનો સહારો લેવાયો હતો.
Celebrations galore at the Kotla as the @DelhiCapitals clinch a thriller in the Super Over
#DCvKKR pic.twitter.com/9ryZTgd9u0
— IndianPremierLeague (@IPL) March 30, 2019
જેમાં દિલ્હીની ટીમે ૧૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમ સાત રન બનાવ્યા હતા. કોલકાતા અગાઉ પણ બે વખત સુપર ઓવરમાં રમી હતી અને આ બંને મેચ ગુમાવી હતી. રનચેઝ કરતી વખતે દિલ્હીના ઓપનર પૃથ્વીએ ૫૫ બોલમાં ૯૯ રન બનાવ્યા હતા. ઈનિંગ્સના અંત ભાગમાં તે આઉટ થતાં સદીથી વંચિત રહ્યો હતો. ઐયરે ૩૨ બોલમાં ૪૩ રનનું યોગદાન આપ્યું હતું.
સુપર ઓવરનો રોમાંચ
બેટિંગ : દિલ્હી કેપિટલ
બોલર : પ્રસિધ ક્રિષ્ના
બેટ્સમેન : પંત, ઐય્યર
પ્રથમ બોલ : પંત, ૧ રન
બીજો બોલ : ઐય્યર, ૪ રન
ત્રીજો બોલ : ઐય્યર, આઉટ
ચોથો બોલ : પંત, ૨ રન
પાંચમો બોલ : પંત, ૨ રન
છઠ્ઠો બોલ : પંત, ૧ રન
બેટિંગ : કોલકાતા
બોલર : કાગિસો રબાડા
બેટ્સમેન : રસેલ, કાર્તિક
પ્રથમ બોલ : રસેલ, ૪ રન
બીજો બોલ : રસેલ, ૦ રન
ત્રીજો બોલ : રબાડા, આઉટ
ચોથો બોલ : ઉથપ્પા, ૧ રન
પાંચમો બોલ : કાર્તિક, ૧ રન
છઠ્ઠો બોલ : ઉથપ્પા, ૧ રન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL-12માં જોવા મળ્યો સુપર ઓવરનો રોમાન્સ, દિલ્હીએ કેકેઆરને 3 રને રગદોળ્યું appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/delhi-vs-kolkata-10th-match-ipl-2019-super-over-match-first-super-over-match/
via Best Gujarati News


0 Comments