IPL 12: દિલ્હીના પૃથ્વી શોએ 1 રન બનાવી દીધો હોત તો તૂટી જાત 10 વર્ષ જૂનો રેકોર્ડ!
શનિવારે સાંજે ફિરોજ શાહ કોટલા મેદાન પર નાટકીયતા અને રોમાન્સની પરાકાષ્ઠા પર પહોંચેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (DC)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને સુપર ઓવરમાં હરાવી દીધી હતી. દિલ્હીની ટીમ જીત માટે 186 રનોનો મોટો લક્ષ્યાંકની નજીક પહોંચીને કુલદીપ યાદવની છેલ્લી ઓવરમાં 6 રન બનાવી શકી નહોતી. બન્ને ટીમોનો સ્કોર બરાબરી પર રહ્યા હતા અને મેચ સુપર ઓવર સુધી રોમાન્સથી ભરપુર રહી હતી.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સના યુવા સલામી બેટ્સમેન પૃથ્વી શૉ નાઇન્ટીજનો શિકાર બન્યો હતો. પૃથ્વીએ 99 રન (55 બોલ, 12 ચોગ્ગા, 3 સિક્સર) બનાવીને લોકી ફગ્યુર્સનના બોલ પર વિકેટની પાછળ દિનેશ કાર્તિકને કેચ આપી બેઠો હતો. 19 વર્ષ 141 દિવસના પૃથ્વી શો માત્ર એક રનથી આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરના શતકવીર બનવાથી ચૂક્યો હતો.
તેની સાથે આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં સદી બનાવવાનો રેકોર્ડ મનીષ પાંડેના નામે કાયમ રહ્યો હતો. મનીષ પાંડેએ 21 મે 2009ના રોજ રોયલ ચેલેંજર્સ બેંગ્લુરુ (RCB) તરફથી રમતા ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ સેન્ચુરિયનમાં અણનમ 114 રનોની ઇનિંગ રમી હતી, ત્યારે તેઓ 19 વર્ષ 253 દિવસનો હતો.
જેવો પૃથ્વી શોની પાસે આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં સદી ફટકારવાનો મોકો હજી પણ તેની પાસે છે. આ સિઝનમાં તે સદી પુરી કરવામાં સફળ રહ્યો, તો મનીષ પાંડેનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
પૃથ્વી શો આઈપીએલ ઇતિહાસમાં એક રનથી સદી ચૂકનાર ત્રીજો બેટ્સમેન બની ગયો હતો. સુરેશ રૈના અને વિરાટ કોહલી પછી આ અનચાહી ઉપલબ્ધિ પૃથ્વી શોના નામે નોંધાઇ ચૂકી છે. રૈના જો કે 99 રન પર અણનમ પાછા ફર્યા હતા. મજાની વાત તો તે છે કે વિરાટ કોહલી અને પૃથ્વી શો દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાન પર જ 99 રન બનાવીને આઉટ થયો હતો.
IPLમાં 99/99
99 રન અણનમ- સુરેશ રૈના- CSK vs SRH, હૈદરાબાદ 2013
99 રન- વિરાટ કોહલી- RCB vs DD, દિલ્હી, 2013
99 રન- પૃથ્વી શો- DC vs KKR, દિલ્હી 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post IPL 12: દિલ્હીના પૃથ્વી શોએ 1 રન બનાવી દીધો હોત તો તૂટી જાત 10 વર્ષ જૂનો રેકોર્ડ! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/prithvi-shaw-missed-the-opportunity-of-becoming-the-youngest-to-score-an-ipl-centur/
via Best Gujarati News
0 Comments